<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મહાશિવરાત્રીએ સોમનાથમાં ભુપેન્‍દ્રભાઇ અને હર્ષ સંઘવી આવશેઃ કૈલાશ ખેરનો કાર્યક્રમ

તા.૧૪ના પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા શિવ મહિમા સહિતની સંગીત પ્રસ્‍તુતિ રજૂ કરશેઃ તા.૧૫ના ગુજરાતના ખ્‍યાતનામ : કલાકાર શ્રી જીગરદાન ગઢવી, ઋષભ આહીર, રૂજુ જાદવ અને યશ બારોટ ભક્‍તિસભર સંસ્‍કળતિ પ્રસ્‍તુતિઓ રજૂ કરશે

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૩: વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે.ુ

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્‍યાયે સોમનાથ મંદિર પરિસર મુલાકાત લઇ વ્‍યવસ્‍થાઓની સમીક્ષા કરી હતી. યાત્રિકોને મંદિર પરિષદથી મંદિર સુધી પહોંચવા ટ્રેન આકારના શેપવાળી બે ડબ્‍બા મીની હીલ ટ્રેન શિવરાત્રીએ નિયત ધોરણે સાથે ગોઠવાઈ રહી છે

શિવરાત્રી પર્વ રેત શિલ્‍પ સાથેના શિવચિત્રો પ્રદર્શિત કરનાર છે સોમનાથ મંદિર તેમજ પરિસરના વળક્ષોને રંગબેરંગી વિજય રોશની થી આરછદિત કરી શણગારવામાં આવ્‍યું છે.

સોમનાથ મહાશિવરાત્રી પર્વ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સોમનાથ આવી રહ્યા છે અને સોમનાથ ખાતે ટુરીઝમ આયોજિત સંસ્‍કળતિ કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે અને રાત્રી રોકાણ સોમનાથ કરી શિવરાત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્‍યતા અનુભવ છે.

પ્રતિ વર્ષ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં મહાશિવરાત્રીના અવસર પર્વે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સોમનાથ મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે સોમનાથ મહાશિવરાત્રીના પર્વનું આયોજન કરવામાં આવ્‍યું છે.  આગામી તા.૧૪ ફેબ્રુઆરીના રોજ શરૂ થનાર આ પાવન પૂર્વની શરૂઆત કરવા માટે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ પધારવાના છે.

વિશ્વવિખ્‍યાત પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના ધામ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્‍ય અને ભક્‍તિસભર ઉજવણી માટે વિસ્‍તળત આયોજન કરવામાં આવ્‍યું છે. આ પર્વ દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ ધામે દર્શનાર્થે પહોંચે છે, જેને ધ્‍યાનમાં રાખી સોમનાથ ટ્રસ્‍ટ તથા જિલ્લા પ્રશાસનના સહયોગથી ધાર્મિક, સાંસ્‍કળતિક અને ભક્‍તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

જિલ્લા કલેકટર શ્રી એન.વી ઉપાધ્‍યાય આ અંગેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરી એમ બે દિવસ આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિઓ રજૂ કરવામાં આવશે.

આ અંગે તેમણે જણાવ્‍યું કે, તા.૧૪ ફેબ્રુઆરીનો રોજ જાણીતા અને પ્રસિદ્ધ ગાયક  કૈલાશ ખેર દ્વારા શિવ મહિમાના ગીતો સહિતની સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિ રજૂ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના જાણીતા કલાકાર પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા પણ સંગીતમય રસથાળ પીરસે છે.

તા.૧૫ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જાણીતા કલાકારો જીગરદાન ગઢવી, ઋષભ આહીર, રૂજુ જાદવ અને યશ બારોટ સહિતના કલાકારો ભક્‍તિરસભર સંસ્‍કળતિ પ્રસ્‍તુતિઓ રજૂ કરશે.

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્‍યાયે ભાવિક ભક્‍તોને આ ભક્‍તિસભર સાંસ્‍કળતિક કાર્યક્રમ નિહાળવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્‍યું છે.(૨.૭)

(11:35 AM IST)