News of Friday, 13th February 2026
વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમના બેડમિન્ટનના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યા

રાજકોટ, તા.૧૩: તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા ‘ખેલ મહાકુંભ -૨૦૨૬' નું આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવેલ. વ્યારા (તાપી જીલ્લો) ખાતે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં સરગમ કલબ સંચાલિત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમના બેડમિન્ટનના ખેલાડીઓ એ ખુબજ સુંદર પ્રદશન કરીને ‘સિલ્વર મેડલ' પ્રાપ્ત કરેલ છે. (૧) વી.પી.પટેલ (કાકા) ૬૦+ મિક્સ ડબલ્સ સિલ્વર મેડલ, (૨) પ્રીતીબેન લાલચંદાણી ૬૦+ મિક્સ ડબલ્સ સિલ્વર મેડલ, (૩) દોલતસિંહ ડોડીયા ૬૦+ મેન્સ સિંગલ્સ સિલ્વર મેડલ (૪) પુજાબેન ઘોરૂ ૪૦+ વુમન્સ ડબલ્સ સિલ્વર મેડલ (૫) હિનાબેન કોટેચા ૪૦+ વુમન્સ ડબલ્સ સિલ્વર મેડલ. ઉપરોક્ત તમામ ખેલાડીઓને ‘ખેલ મહાકુંભ -૨૦૨૬' માં સુંદર દેખાવ કરી ઇન્ડોર સ્ટેડીયમનું નામ રોશન કરવા બદલ સરગમ ક્લબ ના પ્રમુખ શ્રી ગુણુભાઈ ડેલાવાળાએ અભિનંદન પાઠવ્યા હતા.(૨૩.૧૭)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
