News of Friday, 13th February 2026
સુરતમાં BRTS બસ સેવામાં ચેકીંગ :યુનિફોર્મ અને આઈ-કાર્ડ વગર ફરજ બજાવતા 9 કંડક્ટરો ઝડપાયા
વાહન પરિવહન ચેરમેન દ્વારા લાલઆંખ :આ તમામ કંડક્ટરો આકાર એજન્સી સાથે સંકળાયેલા :સસ્પેન્ડ કરવામાં આવ્યા

સુરતમાં BRTS બસ સેવાને લઈને વાહન પરિવહન ચેરમેન દ્વારા લાલઆંખ દાખવવામાં આવી છે. સોસ્યો સર્કલ સહિતના વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા યુનિફોર્મ અને આઈ-કાર્ડ વગર ફરજ બજાવતા 9 કંડક્ટરો ઝડપાયા હતા. આ તમામ કંડક્ટરો આકાર એજન્સી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરિવહન ચેરમેન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કામમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવાશે નહીં અને નિયમોનું કડક પાલન કરાશે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
