<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

વડોદરામાં આશરે ₹730 કરોડની વેરા વસૂલાત હજુ બાકી :વોર્ડ દીઠ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી શરૂ કરાઈ

પાલિકાનું વાર્ષિક અંદાજિત લક્ષ્ય ₹1250 કરોડ છે, જેમાં અત્યાર સુધી ₹500 કરોડથી વધુનો વેરો વસૂલાયો

 

વડોદરામાં વેરા વસૂલાત માટે પાલિકાએ સઘન કામગીરી શરૂ કરી છે. ચાલુ વર્ષમાં વેરા વસૂલાતમાં ગતિ લાવવા માટે નિષ્કાળજી દાખવનારા સામે સિલીંગની કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાનું વાર્ષિક અંદાજિત લક્ષ્ય ₹1250 કરોડ છે, જેમાં અત્યાર સુધી ₹500 કરોડથી વધુનો વેરો વસૂલાયો છે અને આશરે ₹730 કરોડની વસૂલાત હજુ બાકી છે. વોર્ડ દીઠ અલગ અલગ ટીમો બનાવીને વેરા વસૂલાતની કામગીરી હાથ ધરાઈ રહી છે અને આગળ વધુ સિલીંગ અને કડક પગલાં લેવામાં આવશે

(2:10 PM IST)