<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

સુરત શહેર ભાજપ સંગઠનનું માળખું જાહેર : પરેશ પટેલની ટીમમાં યુવા, મહિલા અને વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી સાથે જ્ઞાતિ-જાતિના સમીકરણો સાધવા પ્રયાસ : જુઓ સંપૂર્ણ સૂચિ

મુકેશભાઈ દેસાઈ સહિત ૮ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૯ મંત્રીઓ સાથેના જંગી લિસ્ટમાં સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા વિભાગના સંયોજકોની પણ નિમણૂક : સંગઠનાત્મક ફેરબદલથી કાર્યકરોમાં ગરમાવો

સુરત : ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ સુરત મહાનગર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા શહેર સંગઠનના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકોમાં સુરતના તમામ વોર્ડ અને મંડળના ભૌગોલિક તથા સામાજિક સમીકરણોને પૂરતું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
મુખ્ય સંગઠન માળખું
સુરત મહાનગરના મુખ્ય સંગઠનમાં અનુભવી અને નવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળ્યું છે. જેમાં ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ મણીલાલ દેસાઈ, શ્રીમતી સાધનાબેન હરેશભાઈ રાવલ, પરેશભાઈ મનજીભાઈ મોરડીયા, રતનલાલ ભેરુલાલ જૈન, શ્રીમતી કૈલાસબેન ધીરજસિંહ વાંસિયા, શ્રીમતી મંગળાબેન સુનીલભાઈ ગોસ્વામી, જયેશભાઈ શંકરલાલ જોષી અને સચિન ભિખનરાવ પાટીલનો સમાવેશ થાય છે.
મહામંત્રી તરીકે કરશનભાઈ ગોંડલીયા, વિરલભાઈ રણજીતભાઈ ગીલીટવાલા, દુર્ગાપ્રસાદ રમાશંકર પાંડે અને અમરીશભાઈ ઘનશ્યામભાઈ રામાણીની વરણી કરવામાં આવી છે.
મંત્રી તરીકેની જવાબદારી રમેશભાઈ નાનુભાઈ વાણીયા, શ્રીમતી રોનકબેન કેયુરભાઈ ધ્રુવ, બીપીનભાઈ વિરમભાઈ પટેલ, શ્રીમતી કિરણબેન અજય દાસ, શ્રીમતી માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી, અંકિત મુકેશકુમાર ધોળકિયા (સોની) અને શ્રીમતી શીતલબેન શાંતિલાલ પટેલને સોંપાઈ છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે શૈલેષભાઈ શશીકાંતભાઈ જરીવાલા, કાર્યાલય મંત્રી તરીકે શૈલેષભાઈ ઓપારાભાઈ પટેલ અને સહ કાર્યાલય મંત્રી તરીકે સંજય ઈશ્વરભાઈ ઘંટીવાલાની નિમણૂક થઈ છે.
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ
સંગઠનને મજબૂત કરવા માટે વિવિધ મોરચાના હોદ્દેદારોની પણ જાહેરાત કરાઈ છે:
 * યુવા મોરચો: પ્રમુખ તરીકે બીપીનભાઈ વિનુભાઈ તળાવીયા, મહામંત્રી તરીકે હર્ષભાઈ અશોકભાઈ મહેતા અને ઉર્વેશભાઈ ગીરીશભાઈ પટેલ.
 * મહિલા મોરચો: પ્રમુખ તરીકે શ્રીમતી ડો. જાગૃતિબેન સંજયકુમાર દેસાઈ, મહામંત્રી તરીકે શ્રીમતી હિરલબેન વિજયગીરી ગોસ્વામી અને શ્રીમતી હેતલબેન હિતેશભાઈ સોલંકી.
 * કિસાન મોરચો: પ્રમુખ તરીકે ભરતભાઈ નાનજીભાઈ જોધાણી, મહામંત્રી તરીકે અંકિતભાઈ જીતેન્દ્રભાઈ નાયક અને હિરેનભાઈ નરેશભાઈ પટેલ.
 * બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે વિજયભાઈ અશોકભાઈ ભાટિયા (મોદી), મહામંત્રી તરીકે શૈલેષભાઈ છીમકાભાઈ પટેલ અને રાહુલ ગુલાબભાઈ પટેલ.
 * અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે ચંપકભાઈ ગુલાબભાઈ પરમાર, મહામંત્રી તરીકે ગીરીશભાઈ ગમનભાઈ સોલંકી અને બ્રિજેશભાઈ રતિલાલ સોલંકી.
 * અનુસૂચિત જન જાતિ મોરચો: પ્રમુખ તરીકે ભાવેશભાઈ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન ધર્મેશભાઈ પટેલ અને દશરથભાઈ શરદભાઈ રાઠોડ.
 * લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે ઈમરાનભાઈ સિદ્દિકભાઈ મેમણ, મહામંત્રી તરીકે ઈકબાલઅહમદ રઈસઅહમદ કુરૈશી અને અઝહરખાન રસુલખાન પઠાણ.
વિશેષ વિભાગોની જવાબદારી
આધુનિક યુગમાં પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયા વિભાગમાં વિનોદભાઈ ગણેશભાઈ કાકડીયા, આઈ.ટી. વિભાગમાં ઉમંગ મહેશભાઈ ઝવેરી અને મીડિયા વિભાગમાં સોહમભાઈ નવીનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી (દક્ષિણ ઝોન) પ્રશાંત કોરાટને રવાના કરવામાં આવી છે.

(7:23 PM IST)