News of Friday, 13th February 2026
મહેસાણાના કડીમાં અલદેસણ રોડ પર થયેલી બે ગૌવંશોની હત્યા કેસમાં ચાર આરોપીની ધરપકડ:રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી કતલના સાધનો અને રિક્ષા કબજે કર્યા :ગૌહત્યાની આ ઘટનાને પગલે પંથકમાં ભારે આક્રોશ

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા અલદેસણ રોડ પર ગૌહત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે અલદેસણ ગામની સીમમાં બે ગૌવંશોના અવશેષો મળી આવતા સ્થાનિકોમાં ગભરાટ અને આક્રોશ ફેલાયો હતો. આ ગંભીર મામલાની જાણ થતા જ કડી પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
કડી પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અકબર પઠાણ, નાસીર ખાન પઠાણ, ઇમરાન ખાન પઠાણ અને રિઝવાન સૈયદનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.
આરોપીઓએ કયા પ્રકારે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો તે જાણવા માટે કડી પોલીસે કડક સુરક્ષા વચ્ચે ચારેય આરોપીઓને અલદેસણ ગામની સીમમાં લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ કઈ રીતે ગૌવંશની ચોરી કરી, કયા સાધનોનો ઉપયોગ કર્યો અને કયા સ્થળે કતલ કરી તે અં
ઘટના સ્થળ પરથી પોલીસને ગૌવંશના અવશેષોની સાથે સાથે કતલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા તીક્ષ્ણ સાધનો અને એક રિક્ષા મળી આવી હતી. આ રિક્ષાનો ઉપયોગ પશુઓને લાવવા-લઈ જવા માટે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી એફએસએલ (FSL) રિપોર્ટ માટે મોકલી આપ્યો છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
