News of Saturday, 14th February 2026
ગુજરાત બાર કાઉન્સિલ ચુંટણીના ઉમેદવારોની અંતિમ યાદી જાહેરઃ કુલ ૯૯ ઉમેદવારો મેદાનમાં ૩૦ ટકા મહિલા એડવોકેટની ઉમેદવારીઃ ૬ માર્ચે ચુંટણી

ચૂંટણીમાં ઝંપલાવનાર અગ્રણી વકીલો : (૧) જે.જે.પટેલ (૨) અનિલ. સી.કેલ્લા (૩) કરણસિંહ બી.વાઘેલા (૪) કિરીટ બારોટ (૫) દિલીપ પટેલ (૬) મનોજ અનડકટ (૭) ભરત ભગત (૮) વંદના ભટ્ટ (૯) વૈશાલી જાની (૧૦) પ્રીતિ જોષી(૧૧) શીતલ ઉપાધ્યાય
રાજકોટ, તા.૧૪: આગામી તારીખ છઠ્ઠી માર્ચે યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની કાર્યવાહીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના અંતિમ સમય બાદ ૨૩ બેઠકો માટે કુલ ૯૯ ઉમેદવારોમાં ૭૯ પુરુષ અને ૨૦ મહિલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ૩૦ ટકા બેઠકો મહિલા અનામત છે. આ ચૂંટણીમાં રાજકોટમાં દિલીપ પટેલે ચોથી વખત ઉપરાંત વરિષ્ઠ ધારાશાષાી સ્વ. અભય ભારદ્વાજના પુત્રી અમળતા ભારદ્વાજ, સી. એચ. પટેલ, જીતેન્દ્ર પારેખ અને ભૂમિકા પટેલ વગેરે પાંચ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ૨૫ સભ્યો પૈકી બે બેઠકો કો-ઓપ્ટ કરાતા બાકીની ૨૩ બેઠકો (પાંચ બેઠકો મહિલા અનામત)ની ચૂંટણી કાર્યવાહીમાં કુલ ૧૦૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા, તેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી, ફોર્મ પાછા ખેંચવાની વગેરે કાર્યવાહી બાદ છેલ્લે ૯૯ ઉમેદવારોમાં ૭૯ પુરુષો આને ૨૦ ઉમેદવારોનું આખરી ચિત્ર જાહેર થયું છે. આ વખતની ચૂંટણીને લઇ ૧૫૦ જેમાં મતદાનમથકો નક્કી આવ્યા છે, જયાં સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે, મતદાન મથકો ખાતે પોલિંગ ઓફિસરોને સુપરવિઝન સહિતની જવાબદારી સોંપાશે.
આ ચૂંટણીની વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ અને સમાનતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી દ્વારા આગામી પાંચ વર્ષ માટે બીસીજીની નવી કમિટીની રચના કરવામાં આવશે. આ ચૂંટણીમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે ૩૦ ટકા મહિલા ઉમેદવારો માટે અનામત જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે.
આ ચૂંટણીની ધ્યાન ખેંચનારી મહત્વની બાબત એ છે કે ૨૩ સભ્યો માટેની ચૂંટણીમાં પ્રથમ વખત ઓછામાં ઓછા પાંચ મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બે મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે, જેથી કુલ ૨૫ સભ્યોની ટીમ તૈયાર થશે. જે માટે તારીખ છઠ્ઠી માર્ચ ૨૦૨૬ના રોજ આણંદના સી.કે. પટેલની ઉમેદવારી બ્રિટિશ નાગરિકતાને કારણે રદ બીસીજીની ચૂંટણીની કાર્યવાહી દરમિયાન ૧૦૩ ઉમેદવારી પત્રોમાં બે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જ્યારે અન્ય બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. ગાંધીનગરના અજીતસિંહ ગોહિલનું ફોર્મ મુખ્ય ચૂંટણી અધિકારીએ અયોગ્ય ઠેરવ્યું હતું. જ્યારે બીજા એડવોકેટ આણંદના ચેલાભાઇ કરશનભાઇ પટેલ (સી.કે. પટેલ)ની ઉમેદવારી સામે તે વિદેશી નાગરિક હોવાનો મુદ્દો ઉઠાવી અન્ય ઉમેદવાર મનોહરસિંહ પરમારે આ હકીકત અન્ય વકીલ અગ્રણીઓના સમર્થન સાથે દિલ્હી સુધી લઈ જતા હાઇપાવર ઇલેક્શન કમિટીએ ચેલાભાઈ કરસનભાઈ (સી.કે.) પટેલે સ્વૈચ્છિક રીતે યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્થર્ન આયરલેન્ડની નાગરિકતા સ્વીકારી તથા મેળવી છે અને તેઓ હાલમાં ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા કાર્ડધારક છે. તેથી તેઓ વિદેશી નાગરિક ગણાય છે, તેથી કોઈપણ રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય બનવા માટે લાયકાત ધરાવતા ન હોવાનું જણાવી તે બીસીજીની ચૂંટણીમાં ઉમેદવારી માટે અયોગ્ય ઠરતા હોવાનું જણાવ્યું હતું.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
