<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

પાલનપુરમાં 15 વર્ષ બાદ ફરી એકવાર સીટી બસ સેવા શરૂ : પ્રથમ તબક્કામાં 9 સીટી બસો 6 અલગ-અલગ રૂટ પર દોડશે

આ બસો એરોમા સર્કલ, સુવર્ણભૂમિ નગરપાલિકા વિસ્તાર, દિલ્હી ગેટ સહિત શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેશે. આશરે 7 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં આવતા વિસ્તારોને હવે સીધી જાહેર બસ સેવા મળશે

પાલનપુર શહેરમાં અંદાજે 15 વર્ષ બાદ ફરી એકવાર સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેને પગલે પાલનપુરવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરમાં પ્રથમ તબક્કામાં 9 સીટી બસો 6 અલગ-અલગ રૂટ પર દોડશે. આ બસો એરોમા સર્કલ, સુવર્ણભૂમિ નગરપાલિકા વિસ્તાર, દિલ્હી ગેટ સહિત શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેશે. આશરે 7 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં આવતા વિસ્તારોને હવે સીધી જાહેર બસ સેવા મળશે, જેના કારણે રોજિંદા મુસાફરી સરળ બનશે.

આ સેવાનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્થાનિક પ્રશાસન મુજબ, શહેરમાં વધતા ટ્રાફિક, ખાનગી વાહનો પરની નિર્ભરતા અને પરિવહન મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે. નાગરિકો માટે આ બસ સેવા રાહતરૂપ સાબિત થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

સીટી બસ સેવા ફરી શરૂ થતાં પાલનપુરના નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને લોકો તેને શહેરના વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે.

(7:54 PM IST)