<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

નર્મદા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત :ગોલાતલાવડી હાઇવેરોડ ક્રોસ કરતા વ્યક્તિને બાઇક ચાલકે ટક્કર મારતા મોત

( ભરત શાહદ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં પોલીસ વારંવાર અકસ્માત નિવારવા પગલા લેવા અનેક કાર્યક્રમ કરે છે અકસ્માત અટકતા નથી ત્યારે તાજેતરમાં પણ એક અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું અને હાલમાં એક આધેડનું મોત થયું છે.

    મળતી વિગતો અનુસાર મોટર સાયકલ નંબર GJ 34 AA 5012 ના ચાલક દેવાંશુકુમાર જતનભાઇ રાઠવાએ પોતાની મોટર સાયકલ બેફામ હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલ વિજયભાઈ મંગુભાઈ બારીયા (રહે ગોલાતલાવડી પાણીની ટાંકીની સામે, તિલકવાડા) ના પિતા મંગુભાઈ ઝવેરભાઈ બારીયા ( ઉ.વ.૬૨ ) (રહે ગોલાતલાવડી ) ને એક્સીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઈજા કરતા સારવાર બાદ તેમને રજા આપતા ઇજા થવાના કારણે પથારીવશ થઇ જતા તેમનું મોત નિપજતા તિલકવાડા પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી કરી છે.

(11:20 PM IST)