તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Sunday, 15th February 2026
નરખડી ગામે જુના ઝઘડાની અદાવતે બાપ.બેટાએ એકને માર મારી ઇજા કરતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના નરખડી ગામે જુના ઝઘડાની અદાવતે બે વ્યક્તિઓએ એકને માર મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ ફરીયાદ આપનાર સુરેશભાઈ છોટુભાઇ વસાવા (રહે.નરખડી તા.નાંદોદ )નાઓ ના જણાવ્યા મુજબ તેઓ પોતાની મો.સા. પર દુધ ભરવાની ખાલી બરણી લઇને જતા હતા તે વખતે ગામનાં ભાગોળે (૧) વિષ્ણુભાઇ દેવજીભાઇ વસાવા તથા (૨) તુષારભાઇ વિષ્ણુભાઇ વસાવાનાઓ મળેલ અને તેમને જોતા ફરી.ની મો.સા.પરથી બરણી નિચે પડી ગયેલ જેથી એ તેમને બરણી વિણી આપ તેમ જણાવતા ફરીને કહેવા લાગેલ કે હું તારો નોકર નથી તે હું બરણી વિણી આપું તેમ કહી બોલાચાલી કરવા લાગેલો તે પછી તેમનો દિકરો પણ ત્યાં ઉભો હોઇ અને ફરી.ને કહેવા લાગેલ કે અગાઉ તુ અમારી સાથે બોલાચાલીનો ઝઘડો કરતો હતો અને આજે તુ અમારી પાસે બરણી વિણી માંગે છે. તેમ કહી ફરી સાથે જુની ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી મા બેન સમાણી ગાળો બોલી બંને એ ગડદા પાટુનો માર મારતા હતા અને ફરિયાદી ને આંખની ઉપર કપાળમાં માર મારી ઇજા કરી તથા શરીરે ઓછી વધતી ઇજા કરી ફરી. ને મન ફાવે તેવી મા બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોય રાજપીપળા પોલીસે બાપ બેટા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર પગલાં લીધા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
