<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

વિધાનસભા સત્ર પ્રારંભઃ રાજયપાલના પ્રવચન વખતે વિપક્ષી સૂત્રોચ્‍ચાર

રાજયપાલે સરકારની સિધ્‍ધિઓ વર્ણવીઃ સોમનાથના ઇતિહાસને ગણાવ્‍યો ગૌરવ ગાથા : બુધવારે રાજયનું બજેટ

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૬: આજે ૧૨ વાગે વિધાનસભા ગૃહની શરૂઆત થઇ ત્‍યારે વિધાનસભાના અધ્‍યક્ષ રાજયના મુખ્‍યમંત્રીએ રાજયપાલશ્રીને આવકારી ગૃહમાં અધ્‍યક્ષના સ્‍થાન સુધી લાવ્‍યા હતા. રાજયપાલના પ્રવચન વખતે વિપક્ષી સભ્‍યોએ સુત્રોચ્‍ચાર કર્યા હતા. દિવંગત સભ્‍યોને શ્રધ્‍ધાંજલી અપાઇ હતી.

ત્‍યારબાદ રાજયપાલશ્રીએ પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી. આ સમયે ગૃહમાં સોૈ સભ્‍યો ઉપસ્‍થિત હતા. રાજયપાલશ્રી પોતાનું પ્રવચન આપતા જણાવ્‍યું હતું કે, ઇન્‍દુલાલ યાજ્ઞિક અને સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરી દેશની અંખડીતતા જાળવાની વાત દહોરાવી હતી. ઉપરાંત સ્‍વચ્‍છ ગુજરાતની વાત દહોરાવી હતી.

દેશના કોઇપણ ખૂણામાં ‘‘ કેમ છો''ના ઉચ્‍ચાર થાય છે તે સાંભળવા મળે છે. સનાતન ધર્મના સોમનાથ મંદિર માત્ર એક શિવાલય નથી પણ કાળના કપાળે અંકિત થયેલી આમણી ‘અસ્‍મિતા' અને ‘અસ્‍તિત્‍વ'ની વિજયગાથા છે. ઇતિહાસ સાક્ષી છે કે પવિત્રધામ પર આક્રમણો થયા, વિનાશના પ્રયાસો થયા પણ આક્રમણના એક હજાર વર્ષ પછી પણ આપણી સંસ્‍કૃતિનો ધ્‍વજ એટલી જ શાનથી લહેરાઇ રહયો છે.

આપણો ઇતિહાસ સંઘર્ષ અને સ્‍વાભિમાનમાં પલશવનાનું ઐતિહાસિક પર્વ છે.  યુવા પેઢી જે આવતીકાલનું ભારત છે. તેમના રગેરગમાં રાષ્‍ટ્રભકિત અને આપણી ભવ્‍ય વિકાસતાનું ગૌરવ ધબકતુ રહે.

કુદરતી આફતના પ્રસંગે માત્ર સરકાર હંમેશા ગુજરાતની પડખે ખભે ખભો મિલાવીને ઉભી રહી છે. રાજયમાં આવેલ કમોસમી વરસાદને પરીણામે ખેડુતોને થયેલ નુકશાનમાંથી તેમને બેઠા કરવા સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને રૂપીયા અગીયાર હજાર કરોડથી વધુનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્‍યું છે.

મહેસુલ જટીલ અને ગુંચવણભરી પ્રક્રિયાઓને લોકાભુમી અને સરળ બનાવવા ગુજરાતે પારદર્શી અને વિશ્વાસનીય પ્રશાસન માટે આઇ ઔર એ પોર્ટલની પહેલ કરી છે. આ એક એવી પહેલ છે. જેના પરીણામે લેન્‍ડ રેકોર્ડસ સંબોધીત ૩પ થી વધુ સેવાઓ એન્‍ડ ટુ એન્‍ડ ઓનલાઇન ઉપલબ્‍ધ થઇ છે. (૪.૧૩)

(2:58 PM IST)