News of Monday, 16th February 2026
વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે વિધિવત ચુંટાતા પૂર્ણેશ મોદી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા.૧૬: આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચોૈધરીએ ગૃહમાં ઉયાધ્યક્ષની વરણી માટે વિરોધપક્ષના શ્રી શૈલેષ પરમારના નામની દરખાસ્ત કરવામાં આવી હતી જેને વિધાન સભાના ગૃહમાં માટે મુકવામાં આવી હતી. પરંતુ વિપક્ષની સંખ્યાબળ નહિંવત હોવાથી મતદાનમાં બહુમતી મળી નથી.
ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે સતાધારી પક્ષના પૂર્ણેશ મોદીના પ્રસ્તાવને મત માટે મુકવામાં આવ્યા હતો જેમાં સતાધારી પક્ષની બહુમતી હોવાથી મતદાન માટે મુકી પૂર્ણેશ મોદીની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષને પોતાનું સ્થાનગ્રહણ કરવા જણાવ્યુ હતું અને ઉપાધ્યક્ષ પોતાના સ્થાન પર જઇ બેસી ગયા હતા.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
