News of Monday, 16th February 2026
ઉદ્યોગોની જરૂરિયાત સાથે કોૈશલ્ય વિકાસને સંકલિત કરવા ગુજરાતે ઉતમ ઉદાહરણ આપ્યુ
ગાંધીનગરમાં ઇન્ડિયાસ્કિલ્સ સ્પર્ધાઃ કેન્દ્રીય મંત્રી જયંત ચોૈધરીની હાજરી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૬: ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરીએ ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે પશ્વિમ રિજનની ઇન્ડિયાસ્કિલ્સ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું ઉદ્ધાટન કર્યું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરે છે. ચાર દિવસ ચાલનારી આ સ્પર્ધામાં ભારતના પાંચ પશ્વિમ રાજ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને મધ્યપ્રદેશના ૨૦૦ થી વધુ પ્રતિભાશાળી યુવા સ્પર્ધકો સામેલ થયા છે, જેઓ ૬૩ કૌશલ્ય શ્રેણીઓમાં સ્પર્ધા કરશે.
શ્રી જયંત ચૌધરીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ઇન્ડિયાસ્કિલ્સ પશ્વિમ ક્ષેત્રીય સ્પર્ધા એ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ભારતના કુશળ કાર્યબળના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ ઇવેન્ટ પヘુિમ ક્ષેત્રના યુવાનોની મજબૂત ટેકનિકલ કુશળતા, શિસ્ત અને મહત્વાકાંક્ષાને દર્શાવે છે. સાથોસાથ એ દર્શાવે છે કે મજબૂત ક્ષેત્રીય પ્રણાલીઓ કેવી રીતે રાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય નિર્માણના માળખામાં યોગદાન આપી શકે છે.
તેમણે સમજાવ્યું કે ઇન્ડિયાસ્કિલ્સની રચના એવી રીતે કરવામાં આવી છે, જેમાં પ્રતિભાશાળી યુવાનો માટે એક સ્પષ્ટ માર્ગ બને છે. યુવાનો સ્થાનિક તાલીમ સંસ્થાઓથી શરૂ કરીને રાષ્ટ્રીય સ્તરે પહોંચે છે અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે આગળ વધે છે. તેમણે ઉમેર્યું કે આ અભિગમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના વિઝનને અનુરૂપ છે, જેમાં નિયમિત શિક્ષણના ભાગ રૂપે વ્યવહારુ, કૌશલ્ય-આધારિત અને ભવિષ્ય માટે સજ્જ કરતા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
પヘમિ ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકતા, શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતના ઔદ્યોગિક વિકાસ માટે પヘમિ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો ઉત્પાદન, રસાયણો, નવીનીકરણીય ઉર્જા, ઓટોમોબાઇલ્સ, કાપડ, રત્નો અને ઝવેરાત, બંદરો અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઉદ્યોગોની જરૂરિયાતો સાથે કૌશલ્ય વિકાસને સંકલિત કરવા માટે ગુજરાતે એક ઉત્કળષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે. રાજ્યમાં ITIનું મજબૂત નેટવર્ક, ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારી અને ભવિષ્યલક્ષી નીતિઓ છે, જેનાથી કૌશલ્ય માત્ર સામાજિક કલ્યાણનું સાધન જ નથી પરંતુ આર્થિક વિકાસને પણ વેગ આપે છે. તેમણે ઉમેર્યું કે પヘમિ ક્ષેત્રમાં ઉદ્યોગની માંગ અને કૌશલ્ય તાલીમ વચ્ચેનું મજબૂત જોડાણ હોવાથી, ભારતને કૌશલ્યથી સજ્જ પ્રતિભા માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના ધ્યેયમાં તે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લોકોની કામ કરવાની રીત બદલી રહી છે, તેથી ભારત સરકાર કૌશલ્ય વિકાસ, રિસ્કિલિંગ અને સતત અપસ્કિલિંગ પર વિશેષ ધ્યાન આપી કરી રહી છે. SOAR (સ્કિલિંગ ફોર AI રેડીનેસ) જેવી પહેલ દ્વારા, યુવાનોને પ્રારંભિક તબક્કે AI ટેક્રોલોજીનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે અને તેમની કારકિર્દી દરમિયાન તેમના કૌશલ્યોને અપગ્રેડ કરવામાં મદદ કરવામાં આવી રહી છે. આગામી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મંત્રાલય એક એવું કાર્યબળ તૈયાર કરવા માટે મજબૂતીથી કામ કરી રહ્યું છે જે નવીનતા અને એડેપ્ટેબિલિટી સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર હોય.
ઉદ્ધાટન સમારોહમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા અને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સેહરા; MSDEના અધિક સચિવ શ્રી નિરંજન કુમાર સુધાંસુ; અને MSDEના સંયુક્ત નિયામક શ્રી પ્રવીણ કુમાર સહિત રાજ્ય સરકારો અને NSDCના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પヘમિ ક્ષેત્રીય સ્પર્ધાનું આયોજન કરીને, ઇન્ડિયાસ્કિલ્સ પહેલ વૈશ્વિક કૌશલ્ય ધોરણોને અનુરૂપ ભવિષ્ય માટે સજ્જ કાર્યબળ બનાવવાના ભારતના મિશનને વધુ મજબૂત બનાવી રહી છે. આ કાર્યક્રમ ભાગ લેનારા યુવાનોને પ્રોત્સાહિત કરશે અને દેશના કૌશલ્ય મિશનને આગળ વધારવા માટે રાજ્યો, તાલીમ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવામાં મદદરૂપ બનશે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
