News of Monday, 16th February 2026
રક્તદાતાઓને બિરદાવતા દર્શનાબેન અને નરહરિ અમીન

રાજકોટ : જૈન લોટસ ગ્રુપ પરિવાર દ્વારા રેડ ક્રોસ અમદાવાદ ના સહયોગ થી ૩૦મી રક્તદાન શિબિરનું અમદાવાદના પ્રેરણા તીર્થ જૈન દેરાસર પાસેના રત્નમણી પાર્ટી પ્લોટ માં આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં દર્શનાબેન વાઘેલા (રાજકોટના મંત્રીશ્રી શહેરી વિકાસ ગુજરાત) અને નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાતાઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે રાકેશભાઈ શાહ, જૈન લોટસ ગ્રુપનાં પ્રેસિડેન્ટ શ્રી મયુર શાહ, સિનિયર વાઇસ પ્રસિડેન્ટ શ્રી હર્ષદ ઝાટકિયા, ચીફ એડવાઇઝર શ્રી મુકેશભાઇ શાહ, સેક્રેટરી શ્રી અનિલભાઇ શાહ, રેડ ક્રોસના ડો. વિશ્વાસભાઈ અમીન તેમજ મોટી સંખ્યા માં જૈન સમાજના અગ્રણીઓ અને જૈન લોટસ ગ્રુપ પરિવારના સભ્યો ઉપસ્થિત હતા.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
