<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

કમિશનરના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારી અને સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર મળ્યા: ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ના કરવા બદલ તેમની સામે આકરી કાર્યવાહી

સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. સ્વચ્છતા અભિયાન-2026′ અંતર્ગત કમિશનરના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારી અને સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર મળ્યા હતા. ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ના કરવા બદલ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારી વિરુદ્ધ શિસ્તભંગ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ વિભાગીય તપાસ શરૂ કરવાની વિચારણા. સસ્પેન્શન સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વગર શહેર છોડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સસ્પેન્ડ થયેલ અધિકારીને નિયમ મુજબ સબસીસ્ટન્સ એલાઉન્સ મળશે, પરંતુ તેઓ કોઈ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં.

 

(11:44 PM IST)