<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ગાંધીનગર દહેગામના સાંપા નજીક તળાવમાં માછલીઓના મોત : કોલ્ડ સ્ટોરેજમાંથી ગંદુ પાણી છોડાતા માછલીઓના મોત થયાનો આક્ષેપ

તલાટીએ ઘટના સ્થળની મુલાકાત લઇ સ્થળ પંચનામું કરી રિપોર્ટ તૈયાર કરીને તાલુકા વિકાસ અધિકારીને મોકલ્યો

ગાંધીનગરના દહેગામના સાંપા નજીક તળાવમાં માછલીઓના મોત થયા છે. લીહોડા ગ્રામ પંચાયતની હદમાં ઘટના બની છે. કોલ્ડ સ્ટોરેજમાંથી તળાવમાં ગંદુ પાણી છોડાયુ હોવાનુ ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે..  હજારો માછલીઓના મોતનો ગ્રામજનો આક્ષેપ લગાવ્યો છે. તળાવ આસપાસ દુર્ગંધથી ગ્રામજનો પરેશાન છે અને  સાત ખેડૂતોને ખેતીમાં નુકસાન પહોંચ્યું હોવાની પણ વાત બહાર આવી છે . તલાટીએ ઘટના સ્થળની મુલાકાત લઇ લીધી છે અને સ્થળ પંચનામું કરી રિપોર્ટ તૈયાર કરાયો છે અને . તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ મોકલાયો છે . લખાના મુવાડા સરપંચે સફાઈ માંગ કરી છે . ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરાઈ હોવાનો દાવો કરી  જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે .

 

(12:24 AM IST)