<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

એપ્રિલ-મેમાં યોજાઈ શકે છે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી

આજે ફાઇનલ મતદારયાદી જાહેર થતાં જ ચૂંટણીનો ધમધમાટ : કેન્‍દ્રીય ચૂંટણીપંચની મંજૂરી મળ્‍યા બાદ આજે રાજ્‍યભરમાં ફાઈનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે : રાજ્‍યમાં નવમી વખત સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્‍યારે છેલ્લી વખત આ પ્રક્રિયા વર્ષ ૨૦૦૪માં યોજાઈ હતી

અમદાવાદ, તા.૧૭: મતદારયાદી જાહેર થયા બાદ એમાં વાંધા અરજી માટે એક મહિનાનો સમય અપાશે, બાદમાં અન્‍ય કામગીરીને જોતાં જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે એ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ એપ્રિલના અંત કે મે મહિનામાં યોજાઈ એવી શકયતા જોવાઈ રહી છે. વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરતાં રાજકીય પક્ષોએ પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.

રાજ્‍યભરમાં કુલ ૧૪,૭૦,૧૨૫ ફોર્મ પ્રાપ્ત થયાં ૧ જાન્‍યુઆરી ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં ૩૦ જાન્‍યુઆરી સુધી દાવો-વાંધાની મુદત આપવામાં આવી હતી અને ૧૦ ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાજ્‍યભરમાં કુલ ૧૪,૭૦,૧૨૫ ફોર્મ પ્રાપ્ત થયાં હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.

નવા મતદાર તરીકે નામ નોંધાવવા ૭ લાખ અરજી મળી આમાં ફોર્મ નં. ૬ હેઠળ નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ૭,૨૫,૯૨૦ અરજી મળી છે, જ્‍યારે ફોર્મ નં. ૭ હેઠળ નામ કમી કરવા માટે ૧,૮૩,૨૩૫ અરજી પ્રાપ્ત થઈ છે. ફોર્મ નં. ૮ હેઠળ વિગતોમાં સુધારા માટે ૫,૬૦,૯૭૦ અરજી નોંધાઈ છે.

અમદાવાદમાં મતદારયાદીઓની પ્રિન્‍ટ પાછળ ૬૦ લાખનો ખર્ચ આજે નવી ફાઈનલ મતદારયાદી જાહેર કરવામાં આવશે ત્‍યારે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ૨૦૨૬માં યોજાનાર ચૂંટણી માટેની પ્રક્રિયા મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તમામ ૪૮ વોર્ડ માટે મતદારયાદીઓની પ્રિન્‍ટ તૈયાર કરાવવામાં આવશે, જેના માટે રૂ. ૬૦ લાખનો ખર્ચ કરવામાં આવશે. ૨૩ ફેબ્રુઆરી સુધીમાં ટેન્‍ડર ભરવાનું રહેશે અને ૨૫ ફેબ્રુઆરીના રોજ ટેન્‍ડર ખોલવામાં આવશે.

૧૦ માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલી બનશે મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોની ટર્મ ૯ માર્ચના રોજ પૂરી થશે અને ૧૦ માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલી બનશે, જેથી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ૨૦૨૬-૨૭ના વર્ષ માટે યોજાનારી ચૂંટણી માટે શહેરના મતદારોનાં ફોટા, નામ, સરનામું, સહિતની તમામ માહિતી ધરાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરાવવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે.

અમદાવાદમાં મતદારયાદીઓની પ્રિન્‍ટ પાછળ ૬૦ લાખનો ખર્ચ.

આખરી મતદારયાદી તૈયાર કરાયા પછી ચેકિંગ કરાશે રાજ્‍ય ચૂંટણીપંચ અને રાજ્‍ય સરકારની સૂચનાને અનુસરીને SIR અંતર્ગત અમદાવાદના તમામ મતદારો માટે સુધારેલી મતદારયાદી તૈયાર કરવામાં આવી છે અને એ અંગે વાંધા- સૂચનોને ધ્‍યાનમાં લઈને આખરી મતદારયાદી તૈયાર કરાયા પછી એનું ચેકિંગ કરાવવામાં આવશે અને ત્‍યાર પછી અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

એક મહિનામાં ફાઈનલ મતદારયાદી સુપરત કરવાની રહેશે ચૂંટણી આયોગની સૂચનાને અનુસરીને AMC દ્વારા નિયત તારીખ કે સમયમર્યાદામાં મતદારયાદી છાપકામપ્ર પ્રિન્‍ટ કરાવીને કાચી યાદી સુપરત કરશે અને એ મતદારયાદી ફાઈનલ કર્યા પછી ચૂંટણીપંચની સૂચના બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે. ખ્‍પ્‍ઘ્‍ દ્વારા એક મહિનામાં મતદારયાદી ચેકિંગ કરીને ફાઈનલ મતદારયાદી તૈયાર કરીને સુપરત કરવાની રહેશે. AMCની ચૂંટણીપ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી. શિડ્‍યૂલ મુજબ AMCના ઈલેક્‍શન વિભાગે કામગીરી કરવાની રહેશે.

દરેક વોર્ડની મતદારયાદીઓની અંદાજે ૫૦ નકલની જરૂરિયાત સૂત્રોના જણાવ્‍યાનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડની વોર્ડ વાર વિભાગ વાર ફોટાવાળી મતદારયાદીઓ તૈયાર કરવા અંગે રાજ્‍ય ચૂંટણી આયોગ, ગાંધીનગરની કચેરી દ્વારા નિયત કરેલી કંપનીને કામગીરી ફાળવવામાં આવેલી છે. આ કંપની પાસેથી અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડોની મતદારયાદીઓની એક હાર્ડ કોપી, એક સોફ્‌ટ કોપી (PDF FORMAT) તથા નિયત કરવામાં આવેલ પત્રક નમૂનો ક, નમુનો ખ, નમૂનો ૨ અને વોર્ડવાર ઈન્‍ડેક્ષ અને હદ વર્ણન આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાને સામાન્‍ય ચૂંટણીપ્ર૨૦૨૬ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આનુષંગિક કામગીરીઓ અર્થે દરેક વોર્ડની મતદારયાદીઓની અંદાજે ૫૦ નકલોની જરૂરિયાત ઉપસ્‍થિત થશે.

(3:32 PM IST)