તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 17th February 2026
સુરત અને તાપી જિલ્લાના ૧૦ ગામોને જોડતા ૮ કિમીના મુખ્ય માર્ગને રૂ. ૯.૩૦ કરોડના ખર્ચે પહોળો કરવાથી ૩૩ હજારથી વધુ નાગરિકોને મળ્યો લાભ : મંત્રી ઋષિકેશ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વૈશ્વિક માપદંડ મુજબ રોડ નેટવર્ક ઉભું કરવામાં આવ્યુ : વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો માર્ગ અને મકાન વિભાગ તરફથી પ્રત્યુતર આપતા મંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વૈશ્વિક માપદંડ મુજબ રોડ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના મહુવા તેમજ તાપી જિલ્લાના વાલોડ તાલુકા કુલ ૧૦ ગામોને જોડતા ૮ .૬૧ કિમીના મુખ્ય માર્ગને રૂ. ૯.૩૦ કરોડના ખર્ચે પહોળો કરવાથી આ વિસ્તારના અંદાજે ૩૩ હજારથી વધુ નાગરિકોને લાભ મળી રહ્યો છે તેમ, વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો માર્ગ અને મકાન વિભાગ તરફથી પ્રત્યુતર આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ માર્ગની હાલની ૩.૭૫ મીટરની પહોળાઈ વધારીને ૫.૫૦ મીટર કરવામાં આવી છે. મીયાપુર, શેખપુર, મુડત, મોરદેવી રોડ એ ૮.૬૧ કિ.મી.ની લંબાઈ ધરાવતો સુરત જિલ્લાનો મુખ્ય જિલ્લા માર્ગ છે. આ સુવિધાથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના મીયાપુર, શેખપુર, મુડત,વડીયા, અંધાત્રી અને ડુંગરી તેમજ તાપીના વાલોડ તાલુકાના મોરદેવી, કંજોડ,વાલોડ અને કુમ્ભિયા એમ કુલ- ૧૦ ગામોનો સમાવેશ થાય છે.
મંત્રી શ્રી પટેલે રસ્તાઓને વાઈડેનિંગ કરવા માટેના તાંત્રિક માપદંડો વિશે કહ્યું હતું કે,રસ્તાઓને વાઈડેનિંગ કરવા માટે (Indian Road Congress) IRC-64 કોડ મુજબ તે વિસ્તારના ભૂપ્રદેશ(Terrain) મુજબ ટ્રાફિક ડેટાની વિગતો Passenger Car Unit-P.C.U ધ્યાને લેવામાં આવે છે. આ માપદંડ મુજબ રસ્તા પહોળા કરવામાં આવતા હોવાથી નાગરિકો પરિવહનમાં વધુ સરળતાની સાથે સલામતી અનુભવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
