News of Wednesday, 18th February 2026
લાંચના ગુન્હામાં ઝડપાયેલ મોડાસા આઇટીઆઇના સિનિયર ક્લાર્ક ભોગીલાલ પટેલને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી
ભોગીલાલ પટેલ 1600ની માંગણી કરી સ્વીકારતા પકડાઈ ગયા હતા : કોર્ટે સખ્ત કેદની સજા અને 3000નો દંડ ફટકાર્યો

સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે.હિંમતનગરના ગુનામાં આરોપી ભોગીલાલ મોહનલાલ પટેલ સીનીયર કલાર્ક આઈ.ટી.આઈ. મોડાસા વર્ગ-૩ ને ૩(ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂ. ૩૦૦૦/- નો દંડ નામદાર બીજા એડીશનલ સેન્સ જજની કોર્ટ મોડાસા જી.અરવલ્લીએ ફટકાર્યો છે
સાબરકાંઠા એ.સી.બી પો.સ્ટે ગુ.ર.નં. ૦૭/૨૦૧૧ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭,૧૩ (૧) (ઘ) તથા ૧૩ (૨) મુજબ ના ગુનાના આરોપી શ્રી ભોગીલાલ મોહનલાલ પટેલ સીનીયર કલાર્ક આઈ.ટી.આઈ. મોડાસા વર્ગ-૩ (રહે. સી-3 આઈ.ટી.આઈ. સ્ટાફ કવાટર્સ મોડાસા મૂળ રહે.લક્ષ્મીપુરા કંપા પો.નવા તા.તલોદ જી.સાબરકાઠાં)નાઓ રૂ.૧૬૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઈ જતા, ગુનો દાખલ કરવામાં આવેલ.
જે ગુન્હાની તપાસના અંતે નામદાર કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ હતો. જે ગુનાની નામદાર કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી દરમ્યાન મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ નામદાર બીજા એડી. સેશન્સ જજની કોર્ટ, મોડાસા, જી.અરવલ્લી નાઓએ સજા અંગેનો આખરી હુકમ કરેલ છે.
જેમાં આરોપી ભોગીલાલ મોહનલાલ પટેલ સીનીયર કલાર્ક આઈ.ટી.આઈ. મોડાસા વર્ગ-૩ (રહે. સી-૩ આઈ.ટી.આઈ. સ્ટાફ કવાટર્સ મોડાસા મૂળ રહે.લક્ષ્મીપુરા કંપા પો.નવા તા.તલોદ જી.સાબરકાઠા)ને તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ બીજા એડી. સેશન્સ જજની કોર્ટ, મોડાસા, જી.અરવલ્લી નાઓ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૩૫(૨) અન્વચે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ-૭ અન્વચે ૩ (ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. ૧,૦૦૦ (એક હજાર દંડ) નો હુકમ કરવામાં આવે છે, જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે. તેમજ આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ- ૧૩ (૧) (ઘ) અન્વયે તકસીરવાન ઠરાવી કલમ- ૧૩ (૨) અન્વચે ૧ (એક) વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. ૨૦૦૦ (બે હજાર) નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવે છે. જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ ૨(બે) માસની સખ્ત કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.
સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/કર્મચારીઓ અંગે એ.સી.બી. કચેરીના ટોલ-ફી નં.૧૦૬૪, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૬૭૨૨ તથા ફોન નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઇ-મેઇલ એડ્રેસ [email protected] નં. ૯૦૯૯૯૧૧૦૫૫ જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
