<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

નર્મદા પરિક્રમા માટે રુટ તૈયાર : સમગ્ર રુટ પર ડામર પેચ વર્ક હાથ ધરવામાં આવ્યું.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: જિલ્લામાંથી વહેતી ઉત્તરવાહિની માં નર્મદાની પંચકોશી પરિક્રમા આગામી 19 માર્ચથી શરૂ થવાની છે જેની તડામાર તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત છે. આ 21 કિલોમીટરની પગપાળા કરવામાં આવતી પરિક્રમામાં દર વર્ષે 10 લાખથી વધુ પરિક્રમાવાસીઓ પરિક્રમા માટે આવે છે ત્યારે તેમને કોઈ મુશ્કેલી ના પડે એ માટે રાજ્યસરકાર યાત્રાધામ પ્રવાસન અને સ્થાનિક વહીવટી તંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ગઈ વર્ષે રહી ગયેલી ખામીને આ વર્ષે દૂર કરવામાં આવનાર છે. ત્યારે પરિક્રમા માર્ગ તૈયાર કરવા પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ રાજપીપળા દ્વારા પરિક્રમા રૂટ હેઠળના વિવિધ રસ્તાઓ પર મોટાપાયે ડામર પેચ વર્ક હાથ ધરવામાં આવ્યું.
  આ બાબતે વધુ માહિતી અપાતા પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ ના.કાર્યપાલક ઈજનેર સી.કે સોનીએ જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા પથ તૈયાર કરવામાં આવી રહ્યો છે  જેમાં મુખ્યત્વે વાવડી રામપુરા માંગરોળ રોડ, જેતપુર ઉચાડ વાડીયા રોડ, વાડીયા મણી નાગેશ્વર રોડ, વાડીયા વાસણ રેગણ રોડ પર પેચ વર્ક અને જંગલ કટીંગ જેવી વિવિધ કામગીરી કરવામાં આવી જેથી જેથી આવનારી તારીખ 19 માર્ચ થી 26 માર્ચ શરૂ થનાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમા વાસીઓને પરિક્રમા કરવામાં ખૂબ સુગમતા પડશે.

(10:04 PM IST)