News of Wednesday, 18th February 2026
તિલકવાડા ખાતે નર્મદા પરિક્રમા કરતા વિદેશી મહેમાનોનું આગમન
નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લઈ રહ્યા હોય ત્યારે વિદેશી મહેમાનો પણ આવ્યા હતા

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા વાડિયા કાળા ઘોડા ખાતે નર્મદા પરિક્રમા કરતા વિદેશી મહેમાનો આવી પહોંચ્યા હતા, આજે આપણું યુવા ધન પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યું છે ત્યારે વિદેશી આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે અને નર્મદા કિનારે પરિક્રમા કરતા કરતા પોતાનો અનુભવ વ્યક્ત કરી રહ્યા છે નર્મ એટલે આનંદ એટલે આપનાર જે સદાને માટે આનંદ આપે છે એ નર્મદાની પરિક્રમા માટે દેશના ખૂણે ખૂણેથી તો લોકો આવી રહ્યા છે પણ આ એક ભક્ત જે સતત 14 વર્ષથી અલગ અલગ દેશોના લોકોને માન નર્મદાના ખોળે લાવી રહ્યા છે અને આપણી ધર્મ અને સંસ્કૃતિનું સિંચન કરાવી રહ્યા છે.
તિલકવાડા વાડિયા કાળા ઘોડા ખાતે નર્મદા પરિક્રમા કરતા વિદેશી મહેમાનો આવી પહોંચતા તેમને જોવાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જોકે આ પરિક્રમા નું મહત્વ વધી રહ્યું છે અને હજારોની સંખ્યા બાદ હવે પરિક્રમા કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા હોય તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા બાબતે તકેદારી લેવામાં આવી રહી છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
