તા. ૨૦ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧ શુક્રવાર
News of Thursday, 19th February 2026
ગુજરાતનું બજેટ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરનારું : ડૉ. ભરત બોઘરા
ભૂપેન્દ્રભાઇ પટેલના આગેવાનીમાં કનુભાઇ દેસાઇએ રજુ કરેલ બજેટને આવકારતા જસદણના પૂર્વ ધારાસભ્ય

રાજકોટ, તા. ૧૯ : ગુજરાત વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા પૂર્વ ધારાસભ્ય ડૉ. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું રૂ. ૪,૦૮,૦૫૩ કરોડનું આ ઐતિહાસિક બજેટ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જનારું છે. આ બજેટમાં સમાજના દરેક વર્ગラગરીબ, યુવા, કિસાન અને મહિલા (GYAN)ના કલ્યાણની સાથે ઉદ્યોગ જગતની પણ ચિંતા કરવામાં આવી છે.
ડૉ. ભરતભાઇ બોઘરાએ વધુમાં જણાવ્યું છ કે, ગુજરાત દેશનું ટેક્સટાઇલ હબ છે. બજેટમાં ટેક્સટાઇલ નીતિ હેઠળ નવા રોકાણોને ્પ્રોત્સાહન, એમ.એસ.એમ.ઈ. (MSME) એકમોને ટેકનોલોજી અપગ્રેડેશન માટે સહાય અને નવા ટેક્સટાઇલ પાર્કની જાહેરાતથી આ ઉદ્યોગમાં લાખો રોજગારીનું સર્જન થશે. વડાપ્રધાનશ્રીના 5F (Farm to Foreign) વિઝનને આ બજેટ વેગ આપશે. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને સિંચાઈ સુવિધા માટે કરવામાં આવેલી જોગવાઈઓથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે. ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતોને ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસથી સીધો ફાયદો થશે.આરોગ્ય ક્ષેત્રે બજેટમાં કરવામાં આવેલો જંગી વધારો અને નવી હોસ્પિટલો તથા મેડિકલ કોલેજોના નિર્માણનો નિર્ણય છેવાડાના માનવીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં સીમાચિホરૂપ સાબિત થશે. રોડ-રસ્તા અને શહેરી વિકાસ માટે ફાળવવામાં આવેલ ભંડોળ ગુજરાતને વૈશ્વિક કક્ષાનું માળખું પૂરું પાડશે, જ્યારે શિક્ષણની નવી જોગવાઈઓ યુવા શક્તિને આત્મનિર્ભર બનાવશે.
આ બજેટ આગામી ૨૫ વર્ષના ‘અમળત કાળ' માટેનો સ્પષ્ટ રોડમેપ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૫ ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યાંકમાં ગુજરાત આ બજેટ થકી સિંહફાળો આપશે તેવો આશાવાદ ડૉ. બોઘરાએ વ્યક્ત કર્યો હતો. સમગ્રતયા, આ બજેટ રાજ્યના માળખાગત વિકાસથી લઈને માનવીય સંસાધનોના વિકાસને પ્રાધાન્ય આપનારું હોવાથી ડૉ. ભરતભાઈ બોઘરાએ સરકારને અભિનંદન પાઠવ્યા છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
