<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

‘કુંવરબાઈનું મામેરુ' યોજના અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં ૧૩,૮૮૦ અને મહેસાણા જિલ્લામાં ૫૦૨૨ કન્‍યાઓને આર્થિક સહાય ચૂકવાઈ પ્રદ્યુમન વાજા

વાર્ષિક રૂ. ૬ લાખ સુધીની આવક ધરાવતાં કુટુંબની કન્‍યાઓએ રૂ.૧૨ હજારની આર્થિક સહાય DBT મારફત ચૂકવવામાં આવે છે : સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હોવાથી ફેસલેસ, પેપરલેસ અને પારદર્શક છે : વિધાનસભાના સત્રમાં સહાય વિશેના પ્રશ્‍નનો પ્રત્‍યુત્તર આપતા સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી

અમદાવાદ તા.૧૯: વિધાનસભાના બજેટ સત્રમાં ‘કુંવરબાઈનું મામેરુ' યોજના અંતર્ગત સહાય વિશેના પ્ર‘ના પ્રત્‍યુત્તરમાં સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્‍યું કે રાજ્‍ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની તથા આર્થિક પછાત વર્ગની કન્‍યાઓને લગ્ન પ્રસંગે આર્થિક સહાય પેટે રૂ.૧૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત તા. ૩૧/૧૨/૨૦૨૫ની સ્‍થિતિએ છેલ્લાં બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં ૧૩,૮૮૦ કન્‍યાઓને કુલ રૂ. ૧૬૬૫.૬૦ લાખની, જ્‍યારે મહેસાણા જિલ્લામાં ૫૦૨૨ કન્‍યાઓને કુલ રૂ. ૬૦૨.૬૪ લાખની આર્થિક સહાય સીધી જ તેમના બઃક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં વાર્ષિક રૂ. ૬ લાખ સુધીની આવક ધરાવતાં કુટુંબની કન્‍યાઓએ લગ્નની તારીખથી બે વર્ષના સમયગાળામાં ઈ-સમાજ કલ્‍યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. આ અરજી તબક્કાવાર ચકાસણી બાદ જિલ્લાકક્ષાએ મંજૂર કે નામંજૂર કરવામાં આવે છે.

જેના આધારે ઓનલાઈન મંજૂર થયેલી અરજીઓમાં લાભાર્થીઓને સહાયની રકમ ઝગ્‍વ્‍ (ડાયરેક્‍ટ બેનિફીટ ટ્રાન્‍સફર) મારફતે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

આમ, કુંવરબાઈનું મામેરુ યોજના સંપૂર્ણપણે ઓનલાઈન હોવાથી લાભાર્થીને ઘરેબેઠાં તેનો લાભ મળે છે અને પારદર્શિતા પણ જળવાઈ રહે છે.

(3:43 PM IST)