<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સુરત એરપોર્ટ પર બેંગકોકથી 6.5 કરોડનો હાઈબ્રિડ ગાંજો લઈ આવેલા જયપુરના 2 મુસાફરો ઝડપાયા

30 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ્સ સાથે બે મુસાફરની ધરપકડ

સુરત એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. બેંગકોકથી સામાનમાં છુપાવી લવાતો 6.5 કરોડનો 6.4 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. 30 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ્સ સાથે બે મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. હીરાનગરી સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે દાણચોરો માટે સ્વર્ગસમાન કહેવાતું હતું. જો કે કસ્ટમ વિભાગ સતર્ક થતા હવે દાણચોરો માટે સુરત એરપોર્ટ જોખમી બની રહ્યું છે. બંને મુસાફરોને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરત એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી આવેલા બે જયપુરના મુસાફરોને ઝડપી પાડ્યા છે. ઉચ્ચ ગુણવત્તાનો 6.5 કરોડનો 6.4 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે.

(7:32 PM IST)