News of Thursday, 19th February 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ અને એસઆરપી જવાન સાથે માથાકૂટ કરતા શખ્સ સામે ફરિયાદ
ચાલુ ફરજ ઉપર તૈનાત એસઆરપી જવાનને માર મારી ઇજા પહોંચાડી ભયનું વાતાવરણ ઊભું કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મારામારી કરી ભય ફેલાવનાર શખ્શ વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
મળતી માહિતિ અનુસાર એસઆરપી જવાન મનહરભાઇ ભરતભાઇ વસાવા (રહે.રાજીવન SRP પોલીસ લાઇન સી- બ્લોક રૂમ નં.૨૦૩ એકતાનગર તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ
શ્યામુ રામજી યાદવ (રહે.કેવડીયા કોલોની ભુમલીયા કોમ્પ્લેક્ષ તા.ગરુડેશ્વર જી.નર્મદા )નાઓએ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે ગેટ નંબર-૮ ઉપર પ્રવાસીઓ સાથે ઝગડો કરી ભયનુ વાતાવરણ ઉભુ કરી તથા બસ પાર્કીંગ સામે આવેલ પાર્કીંગમાં પાર્ક કરેલ ટુવ્હિલરોને લાતો મારી નીચે પાડતો હોય જેથી ત્યાં ફરજ બજાવતા એસઆરપી જવાને તેમની ફરજના ભાગરૂપે તેને રોકવા જતા શ્યામુ યાદવ એકદમ ઉશ્કેરાઇ જઇ ગળાની ફેટ પકડી શર્ટના બટન તોડી નાખી જમણા કાનની બુટ્ટી ઉપરના ભાગે તથા છાતીના ભાગે નખના ઉઝરડા કરી ઇજા પહોંચાડી તથા આ.હે.કો.ચીમનભાઇ નાઓ વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ રાજ્યસેવકના કાયદેસરની ફરજમાં બળ વાપરી અડચણ ઉભી કરી ગુનો કરતા સલામતી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
