<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દોઢ વર્ષથી ફરાર લૂંટના કુખ્યાત આરોપી દીપક બજરંગની કરી ધરપકડ

તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ :અમદાવાદ પોલીસે પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે રાજસ્થાનના કોતવાલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજકરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કુબેરનગરની આદર્શ સ્કૂલ પાસેથી રાજસ્થાનના કુખ્યાત આરોપી દીપક બજરંગની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી રાજસ્થાનમાં લૂંટના ગુનામાં નાસતો ફરતો હતો. તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ પોલીસે પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે રાજસ્થાનના કોતવાલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

(12:33 AM IST)