News of Friday, 20th February 2026
રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ યથાવત: બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે
રાજકોટમાં 34.7 ડિગ્રી, કેશોદમાં 34.4, સુરતમાં 34.2, સુરેન્દ્રનગરમાં 33.4, ડીસામાં 33.2, ભુજમાં 33.2, કંડલા પોર્ટમાં 33.2, પોરબંદરમાં 33.2, ગાંધીનગરમાં 33 ડિગ્રી

અમદાવાદ :રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ હજી યથાવત છે અને આગામી 24 કલાક દરમિયાન આ જ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી વધી શકે છે. આજે રાજકોટોમાં સૌથી વધુ 3.47 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં સૌથી ઓછું 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 31.5 ડિગ્રી મહત્તમ અને 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ તે પછીના બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં ફરી 2-3 ડિગ્રીનો ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં પણ આગામી 48 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 34.7 ડિગ્રી, કેશોદમાં 34.4, સુરતમાં 34.2, સુરેન્દ્રનગરમાં 33.4, ડીસામાં 33.2, ભુજમાં 33.2, કંડલા પોર્ટમાં 33.2, પોરબંદરમાં 33.2, ગાંધીનગરમાં 33, વડોદરામાં 33, મહુવામાં 33, અમરેલીમાં 32.9, નલિયામાં 32.5, ભાવનગરમાં 32, અમદાવાદમાં 31.5, વલ્લભ વિદ્યાનગરમાં 31.3, દ્વારકામાં 31.3, વેરાવળમાં 29.1, ઓખામાં 26.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 13.5 ડિગ્રી, નલિયામાં 15.2, પોરબંદરમાં 15.3, મહુવામાં 15.3, રાજકોટમાં 16, ડીસામાં 16.4, અમરેલીમાં 16.4, ગાંધીનગરમાં 17.2, સુરતમાં 17.6, ભુજમાં 17.8, કંડલા પોર્ટમાં 18.2, સુરેન્દ્રનગરમાં 18.5, અમદાવાદમાં 18.5, વેરાવળમાં 18.7, દ્વારકામાં 19, ભાવનગરમાં 19.2, વલ્લભ વિદ્યાનગરમાં 19.2, વડોદરામાં 19.4, ઓખામાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
