News of Friday, 20th February 2026
ગુજરાત સરકાર દ્વારા ધોરડોમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત: એક કરોડ ફાળવાયા
પૂર્વે જાહેરાત કરાયેલ ધોળાવીરા એરપોર્ટનું કામ જમીનની મંજૂરીમાં અટવાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર બાદ હવે પ્રવાસન ક્ષેત્રે પણ મોખરે છે. એ સાથે જ સરકાર દ્વારા નવી માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. ગુજરાત સરકારે સફેદ રણ ધરાવતા હોટ ટુરિઝમ પોઈન્ટ કચ્છના ધોરડોમાં નવું
ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરી તે માટે પ્રાથમિક તબક્કે ૧ કરોડ રૂપિયાની રકમ ફાળવી દીધી છે. એટલે જો બધું જ સમું સૂતરું પાર ઉતર્યું તો આગામી ટૂંક સમયમાં જ ધોરડો સુધી સીધું વિમાન માર્ગે પહોંચી શકાશે. જોકે, એ સાથે અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે વિશ્વ પ્રસિદ્ધ ધરોહર કચ્છના ધોળાવીરામાં એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત બાદ હજી કામ શરૂ થઈ શક્યું નથી. એરપોર્ટ માટે જમીનની મંજૂરી સરકારી ફાઈલો માં જ અટવાઈ છે. જે ધારે તો સરકાર જાતે જ દૂર કરી શકે એમ છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
