તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Friday, 20th February 2026
રાજકોટ થી દિલ્હી સુધી હાહાકાર મચાવનાર દીપ્તિસિંઘ અંતે વડોદરામાં ઝડપાઈ
તાજેતરમાં રાજકોટના સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડો. શાહનુબેન ગોવાણીના નિવાસસ્થાનમાંથી સોનાનું બ્રેસ્લેટ, રીંગ ચોરીની ફરિયાદ : પ્રદ્યુમ્નનગર પોલીસે કબજો લીધો... : પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે સાવચેતી રાખવા સૂચના આપેલ : વડોદરામાં કસબ અજમાવે તે પહેલા એડિશનલ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ, ઝોન ૧ ડીસીપી જગદીશ ચાવડા અને એસીપી આર ડી કવાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠીયા ટીમને મોટી સફળતાઃ સીપી દ્વારા પીઠ થાબડવામાં આવી....

રાજકોટ, તા.૨૦: રાજકોટથી દિલ્હી સુધી મેડિકલ કોલેજ, હોસ્ટેલ વિગેરેને ટાર્ગેટ બનાવનાર મૂળ ઉતરપ્રદેશના દીપ્તિસિંઘ અંતે વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર, એડિશનલ પોલીસ કમિશનર ડૉ.લીના પાટિલના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એન.લાઠીયા ટીમ દ્વારા ઝડપી લેવામાં આવતા સૌરાષ્ટ ગુજરાતની પોલીસે સંતોષનો શ્વાસ લીધો છે.અત્રે એ યાદ રહે કે ગત તારીખ ૧૬ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડન્ટ ડોક્ટરના મેડિકલ પી. જી.હોસ્ટેલમાં સોનાનું બ્રેસ્લેટ અને વીટી ચોરીની ફરિયાદ નોંધાયેલ, જે સંદર્ભે વડોદરા પોલીસ દ્વારા રાજકોટ પોલીસને જાણ કરતા પ્રદ્યુમ્ન નગર પોલીસ મથક દ્વારા આરોપીનો કબજો મેળવી લીધો છે.
દિલ્હીમાં પણ ૧૦ દિવસ પહેલા આ જ રીતે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ સ્થળને ટાર્ગેટ કરેલ, વડોદરા સહિત ગુજરાત સૌરાષ્ટ્રના મેડિકલ હોસ્ટેલને ટાર્ગેટ બનાવે તે પહેલાં ઝડપી લેવામાં આવેલ છે. પોલીસ કમિશનર દ્વારા આવી ઘટના સંદર્ભે પ્રથમથી સાવચેતીના પગલા લેવા સૂચના આપેલ.(૨૩.૨)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
