<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

રાજયપાલે ગાયનું દોહન કર્યુ અને ખેતરમાં સ્‍થાનિક ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિનો મંત્ર આપ્‍યો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧ :  રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત દરમિયાન પોતાની સાદગી અને કળષિ પ્રત્‍યેના લગાવનો પરિચય આપ્‍યો હતો. ગામની શાળાના સામાન્‍ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્‍થાનિક ખેડૂત શ્રી ઘનશ્‍યામભાઈ ભંડેરીના પ્રાકળતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાતે પધાર્યા હતા.

રાજ્‍યપાલશ્રીએ ખેતરની મુલાકાત દરમિયાન માત્ર નિરીક્ષણ જ નહીં, પરંતુ ખેતીની પ્રક્રિયામાં સક્રિય રસ લીધો હતો. તેમણે જાતે ગાયનું દોહન કર્યું હતું અને ખેતરમાં હળ ચલાવીને ઉપસ્‍થિત સૌ ખેડૂતોને આヘર્યચકિત કર્યા હતા. પ્રાકળતિક કળષિ માટે અત્‍યંત મહત્‍વના એવા ઘન જીવામળતની બનાવટનું નિરીક્ષણ કરવાની સાથે તેમણે ખેતરમાં લહેરાતી વિવિધ બાગાયતી પેદાશો અને વળક્ષોની ગુણવત્તા પણ ચકાસી હતી.  સ્‍થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્‍યપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવો એ જ કળષિની સાચી સમળદ્ધિ છે. ખેડૂતોને પ્રાકળતિક કળષિ અપનાવવામાં આવતી મુશ્‍કેલીઓ વિશે જાણી તેમણે તેનું તાર્કિક નિવારણ સૂચવ્‍યું હતું. તેમણે દરેક ખેડૂતને પ્રાયોગિક ધોરણે ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકળતિક કળષિ શરૂ કરવા માટે ભાવભર્યું આહ્વાન કર્યું હતું.

રાજ્‍યપાલના આગમનથી ઉત્‍સાહિત ખેડૂત ઘનશ્‍યામભાઈએ જણાવ્‍યું હતું કે, ૅરાજ્‍યના સર્વોચ્‍ચ પદ પર બિરાજમાન વ્‍યક્‍તિ અમારા જેવા સામાન્‍ય ખેડૂતના આંગણે આવે અને પોતે ગાય દોહવા તેમજ કળષિ વિષયક અન્‍ય કાર્યો કરે તે અમારા માટે ગૌરવની ક્ષણ છે. તેમની આ મુલાકાતથી અમારા સમગ્ર પંથકમાં પ્રાકળતિક ખેતી તરફ વળવા માટે નવી ચેતનાનો સંચાર થયો છે

(1:32 PM IST)