<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

આર્થિક ગુન્હા નિવારણ શાખા ક્રાઇમ બ્રાંચ સુરત શહેર દ્વારા વેસુગામના નવા બ્લોક/સર્વે નંબર: ૩૧૧/૨ વાળી જમીન પચાવી પાડવા અંગેના કાવતરાના ભાગરૂપે એક જ સ્ટેમ્પ પેપર ઉપર જુદી જુદી તારીખોના સાટાખત તૈયાર કરી તેવા કુટલેખનો ઉભા કરી ગુનો આચરનારની ધરપકડ

આરોપી પ્રતુલકુમાર અરવિંદભાઈ પટેલે જમીન પચાવી પાડવા માટે નામદાર કોર્ટમાં ખોટા એકરાર એફીડેવીટ કરી બોગસ બનાવટી કુટલેખનવાળા લખાણો બોગસ હોવાનું જાણતા હોવા છતાં સાચા તરીકે ન્યાયિક પ્રકિયામાં રજુ કરી ગુનો આચરેલ

સુરત તા.૨૧ :    આર્થિક ગુન્હા નિવારણ શાખા ક્રાઇમ બ્રાંચ સુરત શહેર દ્વારા વેસુગામના નવા બ્લોક/સર્વે નંબર: ૩૧૧/૨ વાળી જમીન પચાવી પાડવા અંગેના કાવતરાના ભાગરૂપે એક જ સ્ટેમ્પ પેપર ઉપર જુદી જુદી તારીખોના સાટાખત તૈયાર કરી તેવા કુટલેખનો ઉભા કરી ગુનો આચરનારની ધરપકડ કરી છે.

વેસુ પો.સ્ટે. A નં. ૧૧૨૧૦૦૬૮૨૬૦૦૫૯/૨૦૨૬ ઇ.પી.કો કલમ-૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪,૧૭૭,૧૯૩,૧૯૬,૧૯૯,૨૦૦,૧૨૦ (બી),૩૪ મુજબનો ગુનો તા.૧૩/૦૨/૨૬ નાં રોજ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનામાં આરોપી પ્રતુલ પટેલ તથા વિનુભાઈ હરીભાઈ માલવીયા નાઓએ ફરીયાદી રાજેશભાઇ પટેલની માલીકી કબ્જાની મોજે ગામ વેસુના નવા બ્લોક/સર્વે નંબર: ૩૧૧/૨ વાળી જમીન પચાવી પાડવા માટે ગુનાહીત કાવતરુ રચી તે કાવતરાને અંજામ આપવા માટે નવી શરતની વેચાણ ના થઇ શકે તેવી જમીનના એકથી અનેક એકબીજાથી વિપરીત કોઈપણ રીતે હકકો પ્રાપ્ત ન થાય તે રીતના એકથી વધારે ખોટા સાટાખતો બનાવી તેઓના રચેલ કાવતરાના ભાગરૂપે જુની તારીખના સ્ટેમ્પનો તથા એક જ સ્ટેમ્પ રજી.નં. ૫૦૬૨ વાળા એક જ સ્ટેમ્પ પેપર ઉપર જુદી જુદી તારીખ યાને તા. ૧૬/૦૮/૨૦૦૧ તથા ૨૬/૦૫/૨૦૦૧ લખીને જુદા જુદા સાટાખતો જુદી જુદી તારીખો દર્શાવી તે પ્રકારના બોગસ લખાણો ઉભા કરી તેનો યેનકેન પ્રકારે ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે નામદાર કોર્ટમાં ખોટા એકરાર એફીડેવીટ કરી બોગસ બનાવટી કુટલેખનવાળા લખાણો બોગસ હોવાનું જાણતા હોવા છતાં સાચા તરીકે ન્યાયિક પ્રકિયામાં રજુ કરી ગુનો આચરેલ જે ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રતુલકુમાર અરવિંદભાઈ પટેલ ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

     પકડાયેલ આરોપી પ્રતુલકુમાર અરવિંદભાઈ પટેલ રહે.૧૦૦૪, વીલ્સન ટાવર, રંગીલાપાર્કની બાજુમાં, ઘોડદોડ રોડ, સુરત હાલ રહે. ૬૧૯, નોર્થ માલેંડ, બુલેવાડ, હબ્સ, ન્યુ મેક્સિકો, અમેરિકા.આરોપી વિરૂધ્ધ નોંધાયેલ ગુના ની માહીતી.વેસુ પો.સ્ટે. A નં. ૧૧૨૧૦૦૬૮૨૬૦૦૫૯/૨૦૨૬ ઇ.પી.કો કલમ-૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮, ૪૭૧,४७४,१७७,१८३,१६६,१८६,२००,१२०(५ी),३४.

(5:17 PM IST)