News of Sunday, 22nd February 2026
અમદાવાદમાં આઈસ્ક્રીમના કેરેટની આડમાં દારૂની હેરેફેરીનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા આઈસ્ક્રીમના કેરેટની આડમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને એક ટ્રકને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી આઈસ્ક્રીમના ખાલી કેરેટની પાછળ સંતાડેલી દારૂની પેટીઓ મળી આવી હતી.
આ દરોડામાં પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલ વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે આ ચાલાકી નિષ્ફળ બનાવી દીધી છે.
હાલમાં આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.*
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
