News of Sunday, 22nd February 2026
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને કારયાત્રા યોજાશે: “ટ્રેડ હટાવો કિસાન બચાવો”ની મુહિમ ચલાવશે.
24 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ખેડૂતો માટે સોમનાથથી ગાંધીનગર સુધી કારયાત્રાનું આયોજન: 8 માર્ચમાં ગાંધીનગરમાં ખેડૂતો માટે “પરિવર્તન લાવો ખેડૂત બચાવો” સમ્મેલન યોજાશે

અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને કારયાત્રા યોજાશે. “ટ્રેડ હટાવો કિસાન બચાવો”ની મુહિમ ચલાવશે. 24 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ખેડૂતો માટે કારયાત્રા શરૂ થશે. સોમનાથથી ગાંધીનગર સુધી કારયાત્રાનું આયોજન કરાયું છે જયારે 8 માર્ચમાં ગાંધીનગરમાં ખેડૂતો માટે “પરિવર્તન લાવો ખેડૂત બચાવો” સમ્મેલન યોજાશે.
ગાંધીનગરના ખેડૂત સંમેલનમાં અરવિંદ કેજરીવાલ હાજર રહેશે. હળદર ગામમાં ખેડૂતો પર દમન થયું તેનો પણ મુદ્દો ઉઠાવશે. ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે કોઈ જોગવાઈ કરાઈ નથી તેનો મુદ્દો ઉઠાવશે. યાત્રામાં ઈશુદાન, મનોજ સોરઠીયા સહિતના નેતાઓ યાત્રામાં જોડાશે. અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના આગેવાન અને ધારાસભ્યો જોડાશે. યાત્રા દરમ્યાન અલગ અલગ ગામોમાં સભાઓ યોજવામાં આવશે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
