<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ફુલવાડી ગામથી ક્યાંક જતી રહેલ બે સંતાનોની માતાનૉ સોનગામ કેનાલ પાસેથી મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્ક

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગરૂડેશ્વર તાલુકાના ફુલવાડી ગામના મહિલા ગુમ થયા બાદ તેમનો મૃતદેહ મળી આવતા હત્યા કે આત્માહત્યા બાબતે તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે.

     મળતી માહિતી મુજબ મરનાર લતાબેન વિપીનભાઇ જેન્તીભાઇ તડવી (ઉ.વ.૩૭ )(રહે. ફુલવાડી તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ સવારના નવ થી દસ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઇ ને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા તે બાબતે તેમના ભાઈ અનિલભાઇ દિલીપભાઇ તડવી( રહે. દાભવણ જુનુ ગામ તા.ચિકદા જી.નર્મદા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના બહેન મરનાર લતાબેન વિપીનભાઇ જેન્તીભાઇ તડવી (ઉં.વ. ૩૭ )( રહે. ફુલવાડી તા.ગરૂડેશ્વર જી.નર્મદા)  નાઓ ગુમ થયા બાદ પરિવારજનો એ ઘણી શોધખોળ કરી પરંતુ તેમનો ક્યાંયે પત્તો નહીં મળ્યા બાદ તેમનો મૃતદેહ નર્મદા મેઇન કેનાલ, સોનગામના પુલ પાસે પાણીમાંથી મળી આવ્યો હતો. તેમના ભાઈ ના જણાવ્યા મુજબ મરનાર તેમની બહેન ને બે બાળકો હતા.

(11:10 PM IST)