તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 23rd February 2026
ગુજરાતના સૌથી વધુ ૩ ધનવાન ધારાસભ્યોમાં જે.એસ. પટેલ, બળવંતસિંહ અને રમેશ ટીલાળાનો સમાવેશ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા. ર૩ : ૧પમી ગુજરાત વિધાનસભામાં સૌથી ધનવાન ધારાસભ્યોની વાત કરીએ તો મહત્વની અને જાણવા જેવી બાબત છે.
ગુજરાત વિધાનસભાના અત્યાર સુધીમાં ધનવાન ધારાસભ્યોમાં આ વખતની વિધાનસભામાં સૌથી ધનવાન ધારાસભ્યોમાં ગાંધીનગર જિલ્લાના માણસા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલનું નામ મોખરે રહે છે. તેઓ રૂા. ૬૬૧ કરોડની સંપતિ ધરાવે છે.
બીજી બાજુ સિધ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પોતે રૂા. ૩ર૩ કરોડ સંપતિ ધરાવે છે.
સૌરાષ્ટ્રના મુંબઇ ગણાતા રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા પોતે રૂા. ૧૭પ કરોડની સંપતિ ધરાવે છે. આમ ૧પમી ગુજરાત વિધાનસભાના ત્રણ ધારાસભ્યો સૌથી ધનવાન છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
