News of Monday, 23rd February 2026
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા :વાતાવરણમાં ઠંડક પ્રસરી
ત્રણ દિવસ પહેલાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો હતો

રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસોથી હવામાનમાં અચાનક ફેરફારો નોંધાઈ રહ્યા છે. શિયાળો હવે વિદાયની કગાર પર છે અને ઉનાળાની શરૂઆત સાથે તાપમાન ધીમે ધીમે વધતું હતું. ત્યારે જ ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદે એન્ટ્રી મારતા વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. ત્રણ દિવસ પહેલાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો હતો અને આજે ફરી કાળા ડિબાંગ વાદળો સાથે તેજ પવન અને ઝરમર વરસાદ વરસ્યો હતો .
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
