તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 24th February 2026
અમદાવાદમાં નકલી પનીર મામલે મોટો ખુલાસો:જાણીતી 10 હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા :173 કિલો પનીરનો જથ્થો જપ્ત
તમામ રેસ્ટોરન્ટ પાસેથી મળી કુલ રૂ. 97 હજારનો દંડ વસૂલાયો:એક સપ્તાહ દરમિયાન કુલ રૂ. 6.72 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદમાં નકલી પનીર મામલે મોટો ખુલાસો થયો છે.અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે જાણીતી 10 હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પનીરના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. તમામ રેસ્ટોરન્ટ પાસેથી મળી કુલ રૂ. 97 હજારનો દંડ વસૂલાયો છે, જ્યારે એક સપ્તાહ દરમિયાન કુલ રૂ. 6.72 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન 173 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય અખાદ્ય પદાર્થો અંગે પણ તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને કારણે શહેરના ખાદ્ય વ્યવસાયકારોમાં ચકચાર મચી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
