તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 24th February 2026
અમદાવાદ મનપાના ફૂડ વિભાગનું સઘન ચેકીંગ:1083 ખાદ્ય એકમોની તપાસ કરી 495 જેટલા નમૂના લેવાયા :રૂ.6.72 લાખનો દંડ વસૂલાયો
ઝુંબેશમાં 823 કિલો/લિટર અયોગ્ય ખાદ્યપદાર્થનો નાશ કરીને 432 એકમોને નોટિસ ફટકારાઈ:અસલી દૂધના પનીરને બદલે વેજીટેબલ ફેટ અને સ્ટાર્ચમાંથી બનેલા સસ્તા 'એનાલોગ પનીર'નો ઉપયોગ કરતી અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સનું મોટું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન સઘન ફૂડ સેફ્ટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1083 ખાદ્ય એકમોની તપાસ કરી 495 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. આ ઝુંબેશમાં 823 કિલો/લિટર અયોગ્ય ખાદ્યપદાર્થનો નાશ કરીને 432 એકમોને નોટિસ ફટકારાઈ હતી અને કુલ રૂ. 6,72,500 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
ખાસ કરીને, શહેરમાં અસલી દૂધના પનીરને બદલે વેજીટેબલ ફેટ અને સ્ટાર્ચમાંથી બનેલા સસ્તા 'એનાલોગ પનીર'નો ગ્રાહકોને જાણ કર્યા વિના ઉપયોગ કરતી અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સનું મોટું કૌભાંડ ઝડપાયું છે. આ ગેરરીતિ બદલ 10 જેટલા એકમોને પેનલ્ટી ફટકારવામાં આવી છે, તથા આર.કે.ડેરી, વિજય ડેરી અને ના ડેરી જેવા એકમોમાંથી એનાલોગ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
AMC દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે જે એકમો મેનુમાં 'એનાલોગ પનીર' નો સ્પષ્ટ ઉલ્લેખ નહીં કરે અથવા લાયસન્સ વગર ધંધો કરતા જણાશે, તો આગામી દિવસોમાં તેમની સામે સીલ મારવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
