News of Tuesday, 24th February 2026
નાયબ મુખ્યમંત્રી, મુખ્ય પોલીસ વડા અને હવે નાયબ CID વડાએ બોર્ડર વિસ્તારની કુંડળીઓ તૈયાર કરી કે શું?
વિશ્વભરમાં એક બીજા દેશો સાથે તણાવની પરિસ્થિતિઃ હર્ષભાઈ સંઘવી, ડો. કે.એલ.એન.રાવ કોઇ જોખમ લેવા માગતા નથી : નવેમ્બર માસમાં હર્ષભાઈ સંઘવીએ સિનિયર, જુનિયર IPSના રસાલા સાથે બબ્બે ગામોની વહેંચણી કરી રાતવાસો કરી તમામ માહિતી મેળવી ડેટા તૈયાર કર્યો : આ મુલાકાતના પડઘા સમે તે પહેલા લોકો સાથે સીધા કનેકટ થવાની માસ્ટરી ધરાવતા cid એડી ડીજીપી અજય ચોધરીએ ૪ દિવસ વિવિધ પોલીસ મથકની અરજીઓનું સમાધાન કરી મુખ્ય પોલીસ વડાના માર્ગદર્શનમાં પોલીસ અધિકારીઓને શકમંદ હિલચાલ વખતે લોકો પોલીસનો કોન્ટેક્ટ કરે તે માટે મોબાઇલ નંબરની આપલે સાથે જાસૂસી જેવી પ્રાથમિક તાલીમ આપવા અપીલ કરી : ચાલુ માસના અંત પહેલા મુખ્ય પોલીસ વડા બોર્ડર વિસ્તારના ગામો, એર ફોર્સ, બીએસએફ, કોસ્ટ ગાર્ડ, ib વિગેરે સાથે સંકલન કરી વિવિધ ટાપુઓ, ગામોની જમીની સ્તરની માહિતી મેળવી

રાજકોટ, તા.ર૪: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓ પાસે ગળહ વિભાગનો સ્વતંત્ર હવાલો છે, તેમના દ્વારા પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અંતર્ગત ગુજરાતના આંતરરાષ્ટ્રીય સરહદી એવા બોર્ડર રેન્જના પ્રત્યેક ગામોની નાનામા નાની માહિતીઓ સિનિયર અધિકારીઓ અને ગળહ મંત્રાલય સુધી હોય અને તેનો અપ ટુ ડેટ ડેટા તૈયાર કરવાની દિશામાં એક પછી એક પરિણામલક્ષી સફળ પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસોમાં કચ્છના પોલીસ મથકમાં કોઈ અન્ય અરજીઓ પણ પેન્ડિંગ ન રહે તે માટે ત્રીજા પ્રયત્નમાં રાજ્યના સીઆઇડી ક્રાઈમ હેઠળના વુમન સેલના એડી. ડીજી અજય ચૌધરીને મુખ્ય પોલીસ વડા અને CID વડા ડો.કે એલ .એન.રાવના માર્ગદર્શન હેઠળ ૧૮થી ૨૧ સુધી ૪ દિવસ માટે કરછના વિવિધ પોલીસ મથકે મોકલેલ, જેના પરિણામ ખૂબ સુંદર આવ્યાનું ખુદ લીકેજ જણાવી રહ્યા છે.
ગત ડિસેમ્બર માસમાં હર્ષભાઈ સંઘવી સિનિયર જુનિયર ips સાથે સરહદી વિસ્તારના ગામોની જમીની હકીકત જાણવા માટે પહોંચ્યા અને દરેકને બબ્બે ગામોની જવાબદારી સાથે રાતવાસો ત્યાં કરી ગામોની ભૌગોલિક પરિસ્થિત, સમસ્યાઓ, અને લોક જાગળતિ પોલીસ સાથે સંકલન વિગેરે બાબતો અંગે પરિણામલક્ષી મુલાકાત કરેલ. આ ઘટનાને બે માસ થયા ત્યાં રાજ્યના મુખ્ય પોલીસ વડા દ્વારા કરછ સહિત પાલનપુર વિગેરે બોર્ડર વિસ્તારની બાબતો ખૂબ ઉંડાણપૂર્વક સમજી, કેટલાંક ટાપુઓ નિહાળ્યા, બીએસએફ, કોસ્ટ ગાર્ડ, એર ફોર્સ સાથે બેઠક કરવા સાથે સેન્ટ્રલ ib વિગેરે સાથે બેઠક કરી રણનીતિ ઘડી. તેઓએ નલિયા પોહચી અહીંના પોલીસ મથકની પરિવાર સાથે દતક લીધો, દેશભક્તિ જાગળત કરવા તિરંગો ફરકાવ્યો અને ટૂરિસ્ટ માફક નહીં જવાબદાર માફક પરિણામ અને હેતુલક્ષી સૂચક મુલાકાત કરી.
ગ્રહ ખાતાએ સરહદી વિસ્તારના ગામોને પણ અંદરો અંદર કોઈ સમસ્યા હોય તો દુશ્મન દેશના સ્લીપર સેલ, શંકાસ્પદ હિલચાલ પર ધ્યાન પૂરતું કેંન્દ્રીત ન થાય આ બાબત દૂર કરવા લોકો સાથે કનેક્ટ થવામાં જેની ખૂબ માસ્ટરી છે તેવા CID ના એડિશનલ ડીજીપી અજય ચોધરી મુખ્ય પોલીસ વડા ડો કે. એલ.એન.રાવ સાથે ચર્ચા કરી મુલાકાત ગોઠવી.
અજય ચૌધરીએ ૪ દિવસ દરમિયાન પૂર્વ પヘમિ કચ્છના વિવિધ પોલીસ મથકની મુલાકાત લીધી, લોકોની અરજીઓ વિષે અરજદારોને રૂબરૂ બોલાવી ઉકેલ પણ લાવ્યા. સંબંધકર્તા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પાસેથી તેમના વિસ્તારના ગુન્હા, ઉકેલ દિશામાં પ્રયત્નની માહિતી મેળવી. લોકોની સમસ્યાઓ તુર્ત ઉકેલી ઉપર સુધી કોઈ ફરિયાદીને ધક્કો ન થાય તેની તાકીદ કરી. લોકોને પોલીસ સાથે સંકલન રહે, શકમંદ પ્રવળતિ નજરે પડે તો તુર્ત પોલીસને જાણ કરવા માટે બેઠકો કરવા, પોલીસના મોબાઇલ નંબર આપી, લોકોને પ્રાથમિક જાસૂસી જેવી તાલીમ આપવા પર ભાર મૂકયો.
અજય ચોધરીના નામથી પરિચિત એક વિકલાંગ ફરિયાદી મળવા ગયા તો અજય ચૌધરી પોતાની ચેમ્બર બહાર નીકળી અરજદારને મળી તેમની રજૂઆત પ્રેમપૂર્વક સાંભળી
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
