<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

નર્મદા જિલ્લામાં ૨ નવા બ્રિજ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયા મંજૂર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવીટી વધુ સુદ્રઢ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય

૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા-તાલુકા મુખ્ય મથક સાથેની અવર-જવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં ૨ નવા બ્રિજ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
   મુખ્યમંત્રીએ આ હેતુસર નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. *તદનુસાર, નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે
આદિજાતિ ક્ષેત્ર નર્મદા જિલ્લામાં આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામ જનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે.
એટલું જ નહિ, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરીક્રમામાં આવતા લાખો પરીક્રમા વાસીઓને ભવિષ્યમાં આ બંન્ને પૂલોનો લાભ મળવાથી કુલ ૧૭ કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે

(6:37 PM IST)