News of Tuesday, 24th February 2026
ગુજરાતના આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી: બે સિસ્ટમ સક્રિય
. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ : ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક કમોસમી વરસાદ વરસશે. બે સિસ્ટમ સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
