<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

સુરતમાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સોશિયલ મીડિયામાં મૂકી ક્ષોભજનક પોસ્ટ: ભાજપે ફટકારી કારણદર્શક નોટીસ

સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો:. ખુલાસો નહીં આપવામાં આવે તો શિસ્ત ભંગના પગલા લેવામાં આવશે

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નમ્બર 7 ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને ભાજપ પાર્ટીએ કારણદર્શક નોટિસ ફટકારી છે  સુરત ભાજપ શહેર પ્રમુખે અશિસ્ત બદલ કારણદર્શક નોટિસ પાઠવી છે નરેન્દ્ર પાંડવે  સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોવાના આક્ષેપ સાથે ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. ખુલાસો નહીં આપવામાં આવે તો શિસ્ત ભંગના પગલા લેવામાં આવશે. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સોસીયલ મીડિયામાં કરતી પોસ્ટને કારણે અવારનવાર વિવાદમાં સપડાતા રહ્યાં છે.

 

(7:05 PM IST)