News of Tuesday, 24th February 2026
રાજયના 25 હજાર આરોગ્ય કર્મચારીઓ લડાયક મૂડમાં: ફરી આંદોલનના એંધાણ
લાંબા સમયથી બાકી રહેલા મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો

અમદાવાદ :ગુજરાતમાં આશરે 25 હજાર આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે.લાંબા સમયથી બાકી રહેલા મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને ફરી આંદોલનના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અને સેવા શરતો અંગે આપેલા વચનો હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યા નથી. સંઘના નેતાઓનો આરોપ છે કે અસ્પષ્ટ અને ગેરવ્યવસ્થિત નિયમોના કારણે પાયાની કેડરના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
