<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સાવધાન :રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ઝૂંબેશ

ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને કાળા કાચ જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરાશે :ગેરકાયદે LED લાઈટ લગાવનાર અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ દંડાત્મક પગલાં લેવાશે

અમદાવાદ : રાજ્યભરમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીને મોકલવામાં આવે. આ અભિયાન દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને કાળા કાચ જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ગેરકાયદે પાર્કિંગ, ગેરકાયદે LED લાઈટ લગાવનાર અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ દંડાત્મક પગલાં લેવામાં આવશે. ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય અને અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે આ ઝૂંબેશ અમલમાં મુકાઈ છે

(11:20 AM IST)