News of Wednesday, 25th February 2026
નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સના અધ્યક્ષ તરીકે ડો. યજ્ઞા ઉન્મેશ શુક્લાની પુનઃનિયુક્તિ

રાજકોટ તા. ૨૫ : કેન્દ્ર સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા તા-૧૭/૨/૨૦૨૬ ની અધિસુચના મુજબ અમદાવાદ, ગુજરાતના ડો. યજ્ઞા ઉન્મેશ શુક્લા (પી.ટી.) મેડમની નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ (એન.સી.એ.એચ.પી), નવી દિલ્હી ખાતે અધ્યક્ષ તરીકે પુનર્નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ ૮ જાન્યુઆરી ૨૦૨૬થી બે વર્ષ માટે અધ્યક્ષ તરીકે સેવા આપશે. તેઓ ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ તેમની પેરન્ટ સર્વિસમાંથી નિવળત્ત થવાના હોવાથી, બાકીના કાર્યકાળ દરમિયાન કરાર આધારિત રીતે અધ્યક્ષ તરીકે સેવા આપતા રહેશે. આ રીતે જાન્યુઆરી ૨૦૨૬થી કુલ બે વર્ષ માટે તેઓ અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળશે. હાલમાં ડો. શુક્લા સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટ અને ફિઝીયોથેરાપી કોલેજ, સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે અને નવી દિલ્હીમાં એન.સી.એ.એચ.પી ખાતે પ્રતિનિયુક્તિ પર અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આ પુનર્નિયુક્તિ ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
