News of Wednesday, 25th February 2026
ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો માટે રૂા. ૪ લાખ સુધીનું વીમા કવચ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. રપઃ વિધાનસભા ગળહમાં ‘ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા' વિશે વિગતો આપતા રમતગમત, યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડો. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને વીમા નિયામકની કચેરી મારફત દરેક સ્પર્ધકનો વીમો ઉતારવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અંદાજે રૂ. ૭.૮૦ લાખનું પ્રીમિયમ ભરવામાં આવે છે. સ્પર્ધા દરમિયાન પૂર્ણ ઇજા કે જાનહાનિના કિસ્સામાં સ્પર્ધકને રૂ. ૪ લાખ અને આંશિક ઈજાના કિસ્સામાં રૂ. ૨ લાખની સહાય આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુંકે, રાજ્યના ૧૪ થી ૩૫ વર્ષની વયના યુવક-યુવતીઓમાં સાહસિકતાના ગુણો વિકસે તે હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ‘આરોહણ-અવરોહણ' સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાના લાઈવ પ્રસારણ માટે હાઈ-ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્પર્ધાની પારદર્શિતા માટે લાઈવ કેમેરા અને હાઈ-ડેફિનેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત યુ ટયુબ અને ટીવી ચેનલો દ્વારા આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે, જેથી લાખો નાગરિકો યુવાનોના આ સાહસને નિહાળી શકે.
મેડિકલ સુવિધાઓ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સ્પર્ધા દરમિયાન સારવારના સાધનો સાથેની મેડિકલ ટીમ કાર્યરત રાખવામાં આવે છે. વધુમાં પર્વત પર દર ૨૦૦ પગથિયે એક વ્યાયામ શિક્ષક પણ ખડેપગે તૈયાર રાખવામાં આવે છે. આ ઉપરાંત દરેક સ્પર્ધકને પૌષ્ટિક ભોજન અને નિર્ધારિત સમયમાં સ્પર્ધા પૂર્ણ કરનારને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં, તેમણે કહ્યું હતું કે આ સ્પર્ધા અંતર્ગત ઓસમ પર્વત(રાજકોટ), ચોટીલા પર્વત (સુરેન્દ્રનગર), ઈડરીયો પર્વત (સાબરકાંઠા), પાવાગાઢ પર્વત (પંચમહાલ), પારનેરા પર્વત (વલસાડ) ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ માં ૯૧૮ ભાઈઓ, ૫૦૮ બહેનો સહિત કુલ ૧,૪૨૬ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬માં ૧,૦૩૩ ભાઈઓ, ૫૬૪ બહેનો સહિત કુલ ૧,૫૯૭ સ્પર્ધકોએ ભાગ લીધો છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
