તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
'માનસ મેઘાણી' શ્રી રામકથાનું ભુપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ

રાજકોટ : મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે ૦૭થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુના શ્રીમુખે દિવ્ય અને ભવ્ય માનસ મેઘાણી રામકથાનું આયોજન કરાયું છે.
ગુજરાત રાજ્યના સંસ્કૃતિ-સાહિત્ય-પ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને માનસ મેઘાણી રામકથામાં પધારવા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું. ગુજરાત સરકારના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારીપ્રબગસરાપ્રખાંભાના ધારાસભ્ય જે. વી. કાકડીયા તથા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ સંઘના ચેરમેન પરાગભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોના વિકાસ બદલ પિનાકી મેઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી આભાર માન્યો હતો.(૨૩.૨૦)
આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
સ્મૃતિ સંસ્થાન
(મો.૯૮૨૫૦૨૧૨૭૯)
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
