News of Wednesday, 25th February 2026
હીરામણિ નર્સરી- કે.જી.ના છાત્રોને નરહરિ અમીનના હસ્તે ઇનામ

રાજકોટઃ અમદાવાદની હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલ કુલ ૩૧૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૭૯ વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ તથા બાકીના ૧૩૨ વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામો સંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, જોઈન્ટ સેક્રેટરી પંકજભાઈ દેસાઈ, ખજાનચી શ્રીમતી વિજુલબેન અમીન, સી.ઈ.ઓ. શ્રી ભગવતભાઈ અમીન, શાળાનાં આચાર્યાે, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
