<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ગોગો પેપરના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ સંબંધિત મામલે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી

16 ડિસેમ્બર બાદની કાર્યવાહીમાં પકડાયેલ મુદ્દામાલ મુક્ત કરવાનો આદેશ

અમદાવાદ : ગોગો પેપરના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ સંબંધિત મામલે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. નશાકારક પદાર્થોમાં વપરાતા ગોગો પેપર અંગે 16 ડિસેમ્બરે જાહેર કરાયેલા જાહેરનામા પછી નોંધાયેલી તમામ FIR પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. સાથે જ 16 ડિસેમ્બર બાદની કાર્યવાહીમાં પકડાયેલ મુદ્દામાલ મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે 20 હજાર રૂપિયાના બોન્ડ પર મુદ્દામાલ પરત આપવાની પણ સૂચના આપી છે

(7:05 PM IST)