<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સામરપાડા શિક્ષક ક્વાટર્સ પાસે પાર્ક કરેલી બાઇક ક્વાટર થી થોડે દૂર લઈ જઈ સળગાવી દેતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સામપાડા, શિક્ષક ક્વાટર્સ પાસે મૂકેલી બાઇક શિક્ષક ક્વાટરથી થોડે દૂર લઈ જઈ સળગાવી દેતા ફરિયાદ થવા પામી છે

  પ્રાપ્ત વિગતો અનુસાર અજયભાઇ નરસિંહભાઇ વાળા( હાલ રહે.સામરપાડા, (થપાવી) નાનુ ફળીયુ તા. ડેડીયાપાડા જી.નર્મદા )નાઓએ આપેલ ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ઈસમે ગઈ તા.૨૧/૦૨/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૧/૩૦ વાગ્યાથી તા.૨૨/૦૨/૨૦૨૬ ના રાત્રીના કલાક ૦૩/00 વાગ્યા દરમ્યાન તેમની હોન્ડા કંપનીની સાઇન ૧૨૫ મોટર સાયકલ નંબર GJ-16-DR-8676ને તેમના રહેણાંક કવાટરથી થોડે દુર લઈ જઈ નુકશાન કરવાના ઇરાદે સળગાવી દઈ નુકશાન કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:48 PM IST)